________________
આજે શરદ પૂનમ હતી. ગામમાં નવરાત્રીની ગરબીઓ હોય છે. પણ કેટલાક પૂનમ સુધી ચાલુ રાખે છે. લાઠી જેટલો આનંદ ના જોયો. તા. ૨૦-૧૦-૧૯૫૬ :
આજે પણ ખસતાની ટુકડી રવાના થઈ. આજે જયંતીભાઈને કામ હોવાથી મીરાંબહેન ટુકડી સાથે ગયાં. આજે પણ સુરાભાઈ આવી શક્યા નથી. છોટુભાઈ, દશરથભાઈ હતા જ. આજે પણ ટુકડીને કશી જ હેરાનગતિ થઈ નહોતી. દરવાજા આગળ પચાસેક યુવાનોનું ટોળું એકઠું થયું હતું. તેમાંના એકે છોટુભાઈનો હાથ પકડી કહ્યું, થોડીવાર ઊભા રહો. અમને સમજાવો તો ખરા ! પણ ટુકડીનો એક શિરસ્તો હતો કે રસ્તામાં બીજી કોઈ વાત ન કરવી કે ચર્ચા ના કરવી. માત્ર સૂત્રોચ્ચાર કરતાં કરતાં ચાલ્યાં જવું. એટલે એ ટુકડીમાંના કેટલાક ભાઈઓ ઠેઠ કોંગ્રેસ હાઉસ સુધી સાથે આવ્યા. પછી છૂટા પડી ગયા. પોકાર કે તોફાન નહોતા કરતા.
મીરાંબહેન ટ્રોલીમાં આવી ગયાં. આજે વાડીલાલ લલુભાઈએ સંબોધીને
કહ્યું.
આજે છની મોટરમાં હરિદાસભાઈ, વીમુબહેન, બાળકો અને ચંદ્રા આવ્યાં. અમદાવાદની પરિસ્થિતિ અંગે વાતો કરી. ચંદ્રાએ નહેરુની સભામાં હાજરી આપવા પોતાની કૉલેજની વિદ્યાર્થિની તરીકે અપીલમાં સહી કરી હતી. એટલે એમની કૉલેજમાં ઠીક ઠીક ઉહાપોહ થયેલો. સભા થઈ ઠરાવ કર્યો કે કોલેજવતી સહી નથી પણ વ્યક્તિગત છે. વગેરે કૉલેજમાં પ્રિન્સિપાલ નહિ આવ્યા પહેલાંથી જ છોકરાઓને સમજાવટ કરતા હતા. નહેરુના ભાષણ ઉપર બહુ વજન ના આપવું વગેરે. શિક્ષકો મહારાગુજરાત આંદોલનમાં સારી રીતે ભાગ લઈ રહ્યાં છે. આથી કોઈ દિવસ શિક્ષણ સ્વતંત્ર રહી શકવાનું નથી. તેજસ્વિતા આવવાની નથી. તા. ૨૧-૧૦-૧૯૫૬ :
આજે ગૂંદીની ટુકડી રવાના થઈ. ગંદીની ટુકડીની ઢીલાશને જાણી સહેજ ચિંતા થયેલી. અને એટલે મહારાજશ્રીએ ચોકસાઈ કરી લેવા જણાવ્યું. એટલે જયંતીભાઈએ ગૂંદી ચિઠ્ઠી મોકલાવી કે ટુકડી તૈયાર કરી લો. ના થાય તો તરત કોઠ ખબર આપો. વજુભાઈ કોઠ જતા હતા. તેમને પણ બધા સમાચાર
સાધુતાની પગદંડી
૨૯૧