________________
સાંજના દાનુભાઈ અને પરસોત્તમભાઈ, કલ્યાણભાઈ વગેરે ટુકડીના ભાઈઓ આવ્યા. ગઈ કાલની વીતેલી વાતો કરી. પણ હિંમતથી હસતાં હસતાં સહન કરતાં જણાયા. ૩૧મીની તૈયારી માટે પણ કહ્યું.
સાંજના વિરમગામથી નાગ૨દાસભાઈ શ્રીમાળી આવ્યા. તેમણે રામજીભાઈના વલણ અંગે વાતો કરી. ગઈકાલની ટુકડીના બિલ્લા ગયા. (વિશ્વવાત્સલ્યના) તેના પ્રાયશ્ચિત તરીકે મહારાજશ્રીએ એક ઉપવાસ કર્યો અને રામનગરવાળા મુનિઓએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા.
તા. ૧૮-૧૦-૧૯૫૬ :
આજે સવારના નવસારીવાળા દિનકરભાઈ દેસાઈ ગયા. તેઓ પ્રથમ જ મહારાજશ્રીના દર્શને આવ્યા હતા. બહુ પ્રભાવિત થઈને ગયા. મહારાજશ્રીની વિચારસરણી તેમને બહુ ગમી. તેઓ અને તેમનાં પત્ની કિસાનોમાં કામ કરે છે.
આજની ટુકડીમાં ૧૩ જણ ગયા. રાયકા અને હિરપરની ટુકડી હતી. ગોર રાયકાવાળા પણ હતા. તેમને નિવેદન વગે૨ે આપ્યાં. આજે જયંતીભાઈને કામ હોવાથી ના ગયા. આજની ટુકડીની સ૨દા૨ી સુરાભાઈ લેવાના છે. મીરાંબહેનને આજે સ્ફુરણા થઈ કે જયંતીભાઈ ન જતા હોય તો હું જાઉં. ભલે જે કંઈ મુશ્કેલીઓ આવશે તેને સહન કરીશ. મહારાજશ્રીએ રજા આપી. અને તેઓ ગયાં. ગાડી ઉપર સૌને તેમણે ચાંલ્લો કર્યો. હું વિદાય આપવા ગયો હતો.
આજે વીરાભાઈ આવ્યા. ખેડૂત ટુકડીઓ અને શુદ્ધિપ્રયોગ અંગે વાતો કરી. આજે તેઓ ફૂલજીભાઈને મળવા ગયા. ટુકડીમાં નામો નોંધવા અંગે પણ પ્રયત્ન કરશે. છેલ્લા દિવસની તા. ૩૧મીની ૧૦૧ ટુકડી જાય તો તેની નેતાગીરી ફૂલજીભાઈ લે એવો બધાંનો વિચાર છે, તે પણ વાત કરશે.
આજે મુંબઈથી ગણેશ પરમાર અને લક્ષ્મીબહેન મહારાજશ્રીના દર્શને આવ્યાં.
મીરાંબહેન ચારની ગાડીમાં આવી ગયાં. ટુકડી શાંતિથી પસાર થઈ. કોઈ પોકારો કે તોફાન થયું નહોતું. લોકો જોવા ટોળે મળતાં હતાં. પાછળ કદાચિત કંઈ બોલતું હશે. આજે જયંતીભાઈ નહોતા ગયા. સુરાભાઈની
સાધુતાની પગદંડી
૨૮૯