________________
કરવો. પણ આમાં તો હું બની ગયો છું. બીજા કોઈનો દોષ હું કાઢતો નથી.
મહારાજશ્રીએ કહ્યું તમે આ પ્રશ્ન તમારા એકલાનો શું કામ બનાવો છો? આખા સમાજના નૈતિકબળોનો બનાવો. એ માટે તમારે મધ્યમાં રહીને શુદ્ધિપ્રયોગ શરૂ કરવો જોઈએ પછી ત્રણ છાપાં સામેની પણ શબ્દરચના હરીફાઈ બંધ થાય એ માટે હશે. આમ ઘણી વાતો થઈ. તા. ૪-૮-૧૯૫૬ :
આજે છોટુભાઈ અને કાશીબહેન ઉમરગઢથી અલિયાસર સુધી ચાર માઈલ ચાલતાં આવ્યાં. વચ્ચે ગળા સુધી પાણી આવ્યું. એક નદીમાં બે માણસો મદદમાં હતા. કાશીબહેને ત્રણ ઉપવાસ કરી માત્ર ગોળનું પાણી અને રાબ પીને ચાલતાં આવી ધંધૂકા પહોંચી ગયેલાં. એમની હિંમત અને સ્કૂર્તિને ધન્યવાદ. તા. ૮-૧૯૫૬ :
કુરેશીભાઈ મળવા આવ્યા. તેમણે મુંબઈના દ્વિભાષી રાજ્ય રચનાની જાહેરાતના શુભ સમાચાર આપ્યા. ગુજરાતમાં આના ખૂબ બૂરા પ્રત્યાઘાત પડ્યા છે. દાદાગીરીની જીત થઈ હોય તેમ લાગ્યું. પણ પાર્લામેન્ટે બહુ લાંબી દષ્ટિ વાપરીને આ પ્રસ્તાવ મૂક્યો અને પાસ થયો. તા. ૮-૮-૧૯૫૬ :
લોકલબોર્ડ પ્રમુખ માણેકલાલભાઈ અને ઉપપ્રમુખ દાસભાઈ તથા એંજિનિયર રાવજીભાઈ વગેરે મળવા આવ્યા. શિયાળવાળા કેશુભાઈ જીવરાજે ખબર આપ્યા કે અતિ વરસાદથી કોઠા તલાવડી ગામ ભયમાં મુકાઈ ગયું છે. ઘણાં ઘર પડી ગયાં છે. બીના ઘઉં પણ તણાઈ ગયાં છે. પણ પાણીને કારણે ત્યાં પહોંચી શકાય તેમ નથી. મહારાજશ્રીને આની ચિંતા થઈ. તરત તાલુકા સમિતિની મિટિંગ બેઠી હતી તેમાં માણેકલાલભાઈ વગેરે પણ હાજર હતા. તેમના ઉપર ચિઠ્ઠી લખીને એ ગામને તરત મદદ કરવા ભલામણ કરી. સમિતિએ આવતી કાલે ત્યાં જવા નક્કી કર્યું છે.
આજે અમદાવાદમાં દ્વિભાષી રાજ રચના અંગે વિદ્યાર્થીઓએ હડતાળ અને સરઘસ કાઢ્યાં હતાં. હિંસક બનાવો બનતાં પોલીસે ગોળીબાર કર્યો સાધુતાની પગદંડી
૨૬૯