________________
અંગે જે તાર કરેલો તે અંબુભાઈને આપવા લઈ ગયો. તારમાં એવું લખ્યું હતું કે, મુલાકાત શક્ય બનશે. એક વાગ્યે સરકીટ હાઉસમાં સંપર્ક સાધો. ઢેબરભાઈ ઉપર મહારાજશ્રીએ ત્રીજો એક પત્ર પણ મને આપ્યો હતો. ગાડીથી ઊતરી સીધા કોંગ્રેસ હાઉસ જઈ અંબુભાઈને મળ્યા. તાર અને પત્ર આપ્યાં. તેમણે પ્રતિનિધિ મંડળમાં કોને લેવા તેની તૈયારી કરી. નવલભાઈ, સુરાભાઈ, અંબુભાઈ, મીરાંબહેન, નાનજીભાઈ વગે૨ે ૧૦ જણને લીધા.
પંડિતજીએ સરકીટ હાઉસમાં મુલાકાત આપી. ૧૦ મિનિટ મુલાકાત ચાલી. પ્રથમ તો મંડળનું નિવેદન ધ્યાનથી વાંચી ગયા. બોલ્યા ધન્યવાદ પછી મીરાંબહેન સાથે વાત કરી. મીરાંબાઈએ કહ્યું શહેરમાં મિટિંગો થાય છે. ગામડાંમાં એકાદ રાખો તો ગામડાંના સ્ત્રી પુરુષો લાભ લે. મોરારજીભાઈએ આને અનુમોદન આપ્યું. ઢેબરભાઈ તો હાજર હતા જ. બીજે દિવસે અંબુભાઈએ મુલાકાતની તથા નહેરુની સભાનો બધો અહેવાલ આપ્યો હતો.
તા. ૪-૧૦-૧૯૫૬ :
આજે ઉમરગઢવાળા લક્ષ્મણભાઈ વગેરે આવ્યા. તેમની સાથે ગ્રામટુકડીઓ અમદાવાદ મોકલવા અંગે વાતો કરી. તેમને તો વાત ગળે ઊતરી છે. ગામને પૂછી લેશે.
રાત્રે મહારાજશ્રીએ મહાગુજરાત આંદોલન પાછળનો આશય સમજાવતાં કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ છે. તે વખતે ગામડાંએ તેને બળ આપવું જોઈએ. ગામડાંનો માતૃત્વ બતાવી આપવાની આ તક છે. નૈતિક મૂલ્યો જો આવે વખતે આગળ નહિ આવે તો પછી ક્યારે આવશે. આ અંગે ઘણી ચર્ચા ચાલી. ગામડાંમાંથી અહિંસક પ્રતિકાર માટે અમદાવાદ ટુકડીઓ મોકલવી જોઈએ.
તા. ૯-૧૦-૧૯૫૬ :
આજે જામનગરથી રૂક્ષ્મણીબહેન અને નગીનભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યાં. મગનભાઈ ગુજરી ગયા પછી પહેલાં જ આવે છે. મગનભાઈ આપણા સર્કલના દાદા જેવા હતા. તેમની વ્યવહારુ સલાહ બધાંને ખૂબ ઉપયોગી થતી. વિશ્વવાત્સલ્ય ચિંતક વર્ગમાં રસોડાની સુંદર વ્યવસ્થા તેઓ
સાધુતાની પગદંડી
૨૮૩