________________
સમિતિના મંત્રી શ્રી પંડ્યા વગેરેએ સૂતરની આંટીથી સ્વાગત કર્યું. પછી સૌ બે બેની લાઈનમાં સરઘસ આકારે સૂત્રો બોલાવતા બોલાવતા કોંગ્રેસ હાઉસ પહોંચ્યા. રસ્તામાં ખાસ કોઈ મુશ્કેલી પડી નથી. લોકો ટોળે વળી જોતાં હતા. કોઈ ટીકા કરતાં હતાં. સભ્ય, અસભ્ય ભાષા વાપરતા હતા. પણ ટુકડીને તો મૌનપણે જવાનું હતું. મોખરે કોંગ્રેસ ધ્વજ હતો. કોંગ્રેસ હાઉસમાં ટુકડીનું સ્વાગત થયું. તા. ૧૨-૧૦-૧૯૫૬ :
આજે ભલગામડાની બીજી ટુકડી ગઈ. તા. ૧૩-૧૦-૧૫૬ :
આજે ઉમરગઢથી ટુકડી જવા રવાના થઈ. તેમાં કેટલાક દાઢીવાળા મુસ્લિમભાઈઓની હાજરી ધ્યાન ખેંચતી હતી. વાવટો એક મુસ્લિમભાઈના હાથમાં હતો. શહેરમાં અવનવા અનુભવ થયા. તા. ૧૪-૧૦-૧૫૬ :
આજે રોજકાનાં ૧૪ ભાઈઓની ટુકડી રવાના થઈ. અમરસંગભાઈની સરદારી હતી. જયંતીભાઈ તો હતા જ. કેટલાક મુસ્લિમભાઈઓ પણ હતા. તા. ૧૫-૧૦-૧૫૬ :
આજે ખાંભડા અને સારંગપુરની ટુકડી રવાના થઈ. સરદારી પિતાંબરભાઈએ લીધી હતી.
આજની ટુકડીને વજુભાઈ શાહે સંબોધી. ખૂબ સુંદર વાતો કરી. પત્રકારો પણ આગળ હતા. આજે ટુકડીને ખૂબ કડવો અનુભવ થયો. તા. ૧૬-૧૦-૧૫૬ :
આજે સવારની પ્રાર્થના પછી પ્રવચનમાં મહારાજશ્રીએ ગઈકાલની ટુકડીને જે કનડગત થઈ એ અંગે બોલતાં જણાવ્યું કે, માણસનું મરણ નિશ્ચિત છે. રોગ નિશ્ચિત છે, સુખ અને દુઃખ નિશ્ચિત છે. તો પછી સિદ્ધાંતને ખાતર માણસ મરે, એ જ સાચું મરણ છે. આજે જ્યારે નવા મૂલ્યો સ્થાપવા છે ત્યારે આવા બલિદાનો આપવા જોઈએ. હર્ષથી આપવાં જોઈએ. આજે આકરુની ટુકડી રવાના થઈ. મીરાંબહેને ટુકડીના સૌ ભાઈઓને
સાધુતાની પગદંડી
૨૮૫