________________
સાચવતા. જામનગરમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. મહારાજશ્રીને જામનગરનો પરિચય કરાવવામાં અને ત્યાંનું ચાતુર્માસ કરાવવામાં તેમનો જ ફાળો મુખ્ય હતો. તા. ૧૦-૧૦-૧૫૬ :
સુરાભાઈ સવારની ગાડીમાં ગૂંદી જવાના હતા. અને અમદાવાદ કોંગ્રેસ હાઉસ તરફથી ટુકડી મોકલવા અંગેના પ્રત્યાઘાતો જણાવવાના હતા. એટલે હું સવારની ગાડી ઉપર ગયો. તેમને સુંદર સમાચાર આપ્યા. કહ્યું શહેર સમિતિવાળા જમનાશંકરભાઈ, ડૉ. અમુભાઈ અને બીજાઓ મળ્યા. ગ્રામ ટુકડીઓની વાત જાણી ખુશ થઈ ગયા. તેમણે કહ્યું અમો તમે કહો એ રીતે સ્વાગત કરીશું. ખાવા-પીવા, રહેવા જમવાની સગવડ કરીશું. પછી ઠાકોરભાઈને મળ્યા. એમણે પણ ટુકડીઓને આવકારી અને શહેર સમિતિ યોગ્ય પ્રબંધ કરે એમ કહ્યું. મહારાજશ્રીને અને ખેડૂતમંડળને અભિનંદનનો પત્ર લખી આપ્યો.
સંદેશનો ખબરપત્રી મળ્યો. એણે બધી વિગત પૂછી. તા. ૧૧મીથી ટુકડીઓ શરૂ થશે. અને ૩૦મી સુધી ચાલશે. તા. ૧૮ સુધીની સરદારી જયંતીલાલ શાહ લેશે અને પછીની સુરાભાઈ ભરવાડ લેશે. એણે કહ્યું બીજા છાપાને સમાચાર ન આપશો. વગેરે તે રીતે સમાચાર આવી ગયા.
છોટુભાઈ, અંબુભાઈ, જયંતીભાઈ, સુરાભાઈ વગેરે બધા કાર્યકરો આ કામમાં લાગી ગયાં. તા. ૧૧-૧૦-૧૫૬ :
નવલભાઈ અંબર ચરખા વર્ગમાં મદ્રાસ જવાના હતા એટલે મહારાજશ્રીને મળવા આવ્યા હતા.
અમદાવાદના દ્વિભાષી તોફાનોના અહિંસક પ્રતિકાર માટે અને કોંગ્રેસને બળ મળે તે માટે ગામડાંની પ્રથમ ટુકડી શરૂ થઈ. ગાડી ઉપર દેવીબહેન, મીરાંબહેન ટુકડીને વિદાય આપવા ગયાં. દેવીબહેને ટુકડીના દરેક સભ્યને ચાંદલા કર્યા. ચોખા ચોટાડી સૂત્રો ઉચ્ચાર્યા અને રઘુપતિ રાઘવ રાજારામની ધૂન બોલાવી. ટુકડી વિદાય થઈ. આજની ટુકડી ભલગામડાથી આવી હતી. ભીમજીભાઈએ આગેવાની લીધી હતી. એલિસબ્રિજ ઊતર્યા ત્યાં શહેર
૨૮૪
સાધુતાની પગદંડી