Book Title: Sadhuta ni Pagdandi Part 5
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 319
________________ કુમકુમ અક્ષત કર્યા. થોડાં સૂત્રો બોલાવ્યાં અને વિદાય આપી. ઝંડો દાનુભાઈએ પકડ્યો હતો. આજે ટુકડીને સૌથી વધારે હેરાન કરવામાં આવી. મસ્કતી માર્કેટથી શરૂઆત થઈ. ત્યાંથી લોકો સાથે થઈ ગયા. પોકારો ચાલુ થયા. પછી ભંડેરી પોળ નીચે આવતા ખૂબ મોટું ટોળું થઈ ગયું. ધક્કામુક્કી શરૂ થઈ. ના સંભળાય તેવી ગાળોનો વરસાદ વરસ્યો. પછી તો આગળ વધ્યા. ટોપીઓ ઉછાળી ખેડૂતોનાં ફાળિયા પાડ્યાં. બિલ્લા લઈ ગયા. કોંગ્રેસ ધ્વજ પાડી નાખ્યો. સાઈકલ ઉપર નાખતા હતા. પાછળથી એવી રીતે લાતો મારતા હતા કે જે ગુહ્ય ભાગમાં વાગે. સુરાભાઈનું ધોતિયું સાવ ચીરા કરી નાખ્યું. છોટુભાઈનું પહેરણ ફાડી નાખ્યું. જયંતીભાઈને મોઢા ઉપર ગોદા માર્યા. કેટલાંકની કાછડી કાઢી નાખી. પછી તો કલ્યાણભાઈન સાવ નગ્ન કરી નાખ્યા. ધોતિયું લઈ ગયા પછી વળી પાછું આપી ગયા. આમ હેવાનિયત ચાલી. ટુકડીમાંથી એક ભરવાડ ભાઈને છૂટા પાડી ખેંચી ગયા. તેને ગડદાપાટુનો માર માર્યો. ખિસ્સામાંથી પાંચ રૂપિયા કાઢી લીધા અને કોઈક જાતના લખાણ ઉપર સહી લેવાની તૈયારી કરી પણ તેણે કહ્યું સહી નહિ કરું. આ સતાવતા હતા. ત્યાં એક ભાઈ, ઝવેરચંદભાઈ આવ્યા. તેણે લોકોને ધમકાવી આને છોડાવ્યો, પોતાને ઘેર લઈ ગયા. દાળ-ભાત શીરો જમાડ્યો. પાંચ રૂપિયા આપ્યા અને છેક કોંગ્રેસ હાઉસ ઉપર મૂકી ગયા. લંકામાં જેમ રાવણ રાજ્ય ચાલતું હતું બધા રાક્ષસી તત્ત્વો હતાં. તેમાં વિભીષણ જેવા દૈવીતત્ત્વો પણ હતા. તેમ અહીં આવા તોફાની તત્ત્વો ચારે બાજુ હતા. તેમાં આવાં રત્નો પણ મળી આવે છે. તે જોઈ ઈશ્વરને યાદ કર્યા વગર રહી શકાતું નથી. આ રીતે ટુકડીને આજે ભારે હેરાન કરી. બેત્રણ વાર ગાયો ઉપર દોડાવી વગેરે કર્યું. પોલીસો સાદી હતી. પણ તોફાન વધ્યું. એટલે વધારે પોલીસ આવી હથિયારધારી હતી. પણ જયંતીભાઈએ તેમને વિનંતી કરી કે અમારે નિમિત્તે કોઈને પકડશો નહિ. એકવાર એક ઇન્સ્પેક્ટરની હેટ પણ ટોળાંએ ઉડાવેલી. તેમને ધક્કો મારી ટકડી ઉપર નાખતા. પણ ગમ ખાઈ જતી. આ સ્થિતિમાં જયારે પોલીસને ઓર્ડર મળે ત્યારે શું ન કરે ? ટુકડી છેક કોંગ્રેસ હાઉસ સુધી પહોંચી ત્યાં સુધી ટોળુ પોકારો કરતું સાથે ફર્યું હતું. કોંગ્રેસ હાઉસમાં ઠાકોરભાઈએ સંબોધન કર્યું. ખૂબ વાતો કરી. સાધુતાની પગદંડી २८६

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336