________________
અને જૂના ખેડૂતને જમીન આપવાનું કબૂલ કર્યું. આ ઉપરથી મહારાજશ્રીએ તેમને ઠપકો લખ્યો. એકંદરે ન્યાય અપાવ્યો. તેથી સમિતિ ઉપર લોકોની સારી છાપ પડી. પણ જ્યારે સમિતિએ પાંચ ખેડૂતોનો મંદિરની જમીનનો જ પ્રશ્ન લીધો છે ત્યારે બીજા પેટા પ્રશ્નો હમણાં નહિ લેવા જોઈએ. વળી અન્યાય કરવાવાળા લોકો આ ખેડૂતની વાત પકડી લઈને તેને અપ્રતિષ્ઠિત કરશે. તેમનો આશય ખરાબ હોવાનો. માટે દરેક વસ્તુમાં બહુ લાંબી દૃષ્ટિએ વિચાર કરવા કહ્યું.લાગણીના પ્રવાહમાં ન તણાવું, તેમ મર્યાદાઓ પણ સમજી લેવી. આવા પ્રશ્નોમાં કુશાગ્રબુદ્ધિની જરૂર પડે છે. તા. ૨૫-૯-૧૫૬ :
આજે નવલભાઈ શાહ તેના પિતાજી અને બીજા એક ભાઈ મળવા આવ્યા. નવલભાઈએ ચાલુ દ્વિભાષી આંદોલન અંગે એક નાટક લખ્યું છે. તે વાંચી બતાવ્યું.મહારાજશ્રીએ થોડોક સુધારો-વધારો કરાવ્યો. બહુ સરસ લખાયું છે. શંકરલાલ બેંકરને પણ ગમ્યું છે. તા. ૨૭-૯-૧૯૫૬ :
આજે અમદાવાદના એક વેપારીભાઈ મહાગુજરાત આંદોલન અંગે મહારાજશ્રીને મળવા આવ્યા. મહારાજશ્રીનાં નિવેદન તેમને ગમ્યાં નથી. કોંગ્રેસ એક વાડો છે અને તેમાં ઈચ્છા ના હોય તોપણ બધાં હાજી, હા કરે છે. લોકશાહી રાજમાં આ રીતે ગોળીબાર ચાલે, તેને માટે સારો એવો રોષ હતો. તેઓ પ્રાંતીયતામાં માનનારા હતા. ઘણા સમજાવ્યા છતાં વાત ગળે ઊતરી નહિ. એટલું સમજાયું છે કે કોંગ્રેસ સિવાય બીજા કોઈનામાં તાકાત નથી. પણ આ વખતે ભૂંડું કર્યું છે. એમ હૈયાવરાળ કાઢી. તા. ૨૮-૯-૧૯૫૬ :
આજે બિકાનેરથી એક ભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યા. બહુ જૂના વખતના પરિચિત છે. બપોરના સુરાભાઈ આવ્યા. તેમણે ગોપાલકો વિશે વાતો કરી. બીજું મહારાજશ્રીનું એક નિવેદન છાપવા માટે લેતા ગયા. પંડિતજી આવે ત્યારે મોટી સંખ્યામાં ગામડાંની પ્રજા આવે તે અંગેનું હતું. એ નિવેદન બીજે દિવસે છાપામાં આવી ગયું. મહાગુજરાત જનતા પરિષદ પંડિતજીની સભાની સામે સમાંતર સભા રાખી હતી. એટલે આવું નિવેદન કરવાની જરૂર પડી. સાધુતાની પગદંડી
૨૮૧