________________
ના રાખી તો શું થયું એ તમારા ખે. મં. ના પ્રમુખને પૂછી જુઓ ? કેટલો માર ખાધો છે ? આ વાત ગામડાં પણ નથી સમજતાં તેનું મને દુઃખ છે. હવે જો આ વાત સમજયાં હોય તો પ્રચારનું કામ ઉપાડી લો. તા. ૧૧-૯-૧૯૫૬ :
આજે ચિતલથી દામોદર મૂલચંદ અને તેમનાં પત્ની મહારાજશ્રીને મળવા આવ્યાં. ત્રણ-ચાર દિવસ રોકાવાનાં છે. ખાસ કરીને દામોદરભાઈની મગજની સહેજ અસ્થિરતા છે. તેમણે પોલીસ અને બીજાઓ સાથે મારામારી કરેલી એટલે જેલવાસ થયેલો. બચાવ કરવો કે નહિ તે અંગે મહારાજશ્રીની સલાહ માગેલી, મહારાજશ્રીએ કહેલું કે, સત્ય જાળવીને બચાવ તો કરવો જ જોઈએ. એ ઉપરથી તેઓ છૂટ્યા. અતિ નિયમો પાળે છે. જ્યારે તેમની બીજી બાજુ કાચી રહે છે એટલે મહારાજશ્રીએ કેટલીક સમજણ આપી છે. મેલા રાજકારણમાં ના પડવા કહ્યું છે. લક્ષ્મીચંદભાઈ અને લક્ષ્મીબા બોટાદથી પાછા વળતાં આવી ગયાં. સાંજના જમીને અમદાવાદ ગયાં. તા. ૧૪-૯-૧૫૬ :
આજે અમદાવાદથી તારાબહેન, ચીમન મોદીનાં પત્ની અને મુંબઈથી પાંચ બહેનો, વનમાળી ગુલાબચંદને ઘેરથી આવ્યાં હતાં. મહારાજશ્રી સાથે ધર્મસંબંધી સારી ચર્ચાઓ કરી. રાત રોકાઈને બીજે દિવસે ગયાં. તા. ૧૫-૯-૧૯૫૬ :
આજે મુંબઈના હિંમતલાલ મણિયાર, તેમનાં પત્ની અને ભોગીલાલ રાયચંદ કે જેઓને ચશ્માંની ફ્રેમો અને છત્રીના હાથાનું કારખાનું છે. સાયલાનાં કાંતિલાલના ભાઈ થાય છે. તેઓ મહારાજશ્રીના દર્શને આવી ગયા. નાનચંદજી મહારાજને દર્શને આવેલાં, ત્યાંથી અહીં આવ્યાં હતાં. આજે સારંગપુરથી નાનચંદભાઈનો પત્ર હતો. તેમાં ત્યાંના એક ખેડૂતનો જમીન પ્રશ્ન હતો. જે પાંચ ખેડૂત માટે શુદ્ધિપ્રયોગ ચાલે છે તેમાંના એકની ૨૪ વીઘા જમીન એમને ખાતે ચઢી છે. તે પૈકી ૬ વીઘા જમીન ચારેક વરસથી બીજા એક ખેડૂત વાવે છે. પણ પેલો ખેડૂત જૂઠું બોલ્યો કે એક જ વરસથી વાવે છે. એટલે નાનચંદભાઈએ ત્રણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. પણ પછી એ ભાઈએ ભૂલ સ્વીકારી. એક દિવસના ઉપવાસ કરવાનું ઠરાવ્યું ૨૮૦
સાધુતાની પગદંડી