________________
પોતાના જીવન દ્વારા કરી બતાવ્યું. પોતે જ ઉપદેશ આપતા ત્યારે સાચા બ્રાહ્મણ બનતા. રાજ ચલાવતા ત્યારે ક્ષત્રિય બનતા. ગાયો ચારતા ત્યારે સાચા વૈષ્ણવ બનતા અને યુધિષ્ઠિરનો નરમેઘ યજ્ઞ થતો હોય ત્યારે અજીઠું ઉપાડીને એક સેવકનું કામ કરી શૂદ્ર બનતા.
ગીતા કહે છે, વ્યાસ પોતે છે, પોતે વ્યાસ છે. અર્જુન પોતે છે, પોતે અર્જુન છે. આખું જગત પ્રભુ છે અને પ્રભુ આખું જગત છે. આ તત્ત્વજ્ઞાન આપણે સમજવાનું છે. ઘણી કૃષ્ણજયંતીઓ ઉજવીએ છીએ પણ તેમના જીવનનો વિચાર કરી, એવું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરતા નથી. માત્ર જન્મ થયાની વિધિ ઉજવીએ કે દર્શન કરીએ. તેથી પ્રભુની સાચી ભક્તિ થતી નથી. સાચી ભક્તિ તો એમના કહેવા મુબનાં કામો કરીએ. તા. ૧-૯-૧૯૫૬ :
આજથી પર્યુષણ પર્વ શરૂ થયાં. પર્યુષણના આઠ દિવસની વ્યાખ્યાનમાળા ગોઠવી છે. તા. ૨-૯-૧૫૬ :
મીરાંબહેન આજે જવારજ ગયાં. કારણ કે સમરથ બા ગણોતધારા શુદ્ધિપ્રયોગમાં ઉપવાસી તરીકે બેઠાં હતાં. એટલે તેમની સાથે રહેવા માટે ગયાં. તા. ૫-૯-૧૯૫૬ :
નસવાડીના બે ભાઈઓ અઠવાડિયું રોકાયા. તે દરમિયાન બધી પ્રવૃત્તિઓનો સારો અભ્યાસ કર્યો. તેમને હજુ કોંગ્રેસની રાજકીય માતૃત્વવાળી વાત ગળે ઊતરી નથી. તેમને લાગે છે કે આથી કામ વિકસી નહિ શકે. સામાજિક, આર્થિક સ્વતંત્રતાને લીધે કોંગ્રેસવાળા વિરોધ કરશે અને રાજકીય રીતે કોંગ્રેસને લીધે રચનાત્મક કાર્યકરો ભાગ નહિ લે. એટલે આ માટે વિચારણા કરવી જોઈએ, એમ તેમને લાગતું હતું. તા. ૯-૯-૧૯૫૬ :
આજે બધાં મહેમાનોને જૈનોની નૌકારસીમાં જમવા જવાનું આમંત્રણ મળ્યું. ત્યાં જમવા જવું કે નહિ એની ચર્ચા થઈ. આપણે ત્યાં બધી કોમના માણસ આવે છે તે બધા માટે વાંધો નથી ને ? પુછાવ્યું, જવાબ મળ્યો હા,
સાધુતાની પગદંડી
૨૭૮