________________
કર્યા. સાથીઓના વિચારો પણ પારણાં કરવાના હતા. માત્ર જયંતીભાઈનો અભિપ્રાય એ હતો કે ગામડાંને જગાડવાનો આ સિવાય બીજો ઉપાય દેખાતો નથી. ફરીથી મોરારજીભાઈને પોતાના વિચારો દર્શાવતો પત્ર લખ્યો. જે દિવસે મોરારજીભાઈનો પત્ર આવ્યા પછી સાથી કાર્યકરો સાથે વિચાર વિનિમય કરી પારણાં કરવાનો વિચાર જાહેર કર્યો. ઉપવાસને કારણે ૧૬ રતલ વજન ઘટ્યું હતું. તા. ૨૮-૧૯૫૬ :
લક્ષ્મીચંદભાઈ સવારમાં મહારાજશ્રીના નિવેદનો લઈને ગયા. સાથે મોરારજીભાઈ ઉપરનો પત્ર પણ લેતા ગયા. એ પત્ર એમના મંત્રી શ્રી રઘુનાજીને આપ્યો. રઘુનાથે મોરારજીભાઈને આપ્યો. અને મોરારજીભાઈએ તરત જવાબ લખવો શરૂ કર્યો. અડધો લખ્યો ત્યાં તો લોકોનું ટોળું વંદન કરવા આવ્યું. એટલે બંધ રહ્યો. એટલે ફરી પાછો લખી નાખ્યો. લક્ષ્મીચંદભાઈને બે કલાક બેસવું પડેલું. પણ તેમણે ઘણું જાણવાનું મળ્યું. કારણ કે ઘણા મુલાકાતી આવે અને તે પણ ટોચના જ હોય.
મોરારજીભાઈએ જે જવાબ લખ્યો એ ખૂબ સુંદર હતો. એમાં લખ્યું હતું કે મહારાજશ્રીના રોજેરોજના પત્રોથી ખૂબ પ્રેરણા અને બળ મળ્યાં. નિવેદનો પણ સ્પષ્ટ અને ભાવવાહી હતાં તે ગમ્યાં. એમનું પ્રવચન લોકોએ સારી રીતે સાંભળ્યું.૫૦૦ થી ૧૦૦૦ તો તોફાનીઓ હતા. તેમાં પોણો ભાગ વિદ્યાર્થીઓનો હશે.
બપોરના નવભારત ટાઈમ્સના તંત્રી (મુંબઈ શાખા) મહારાજશ્રીને મળવા આવ્યા. તેમને ભાલનળકાંઠામાં ચાલતા પ્રયોગ વિશે ઘણી વાતો કરી. લોકજાગૃતિ અને લોકરાજ કેવું હોઈ શકે? તે અંગે ઘણી વિગતે ચર્ચાઓ થઈ.
આજે ગોકુળઅષ્ટમી હતી. મહારાજશ્રીએ કૃષ્ણ જન્મ ઉપર પ્રવચન આપતાં જણાવ્યું કે એ મહાપુરુષનો જન્મ આપણને કેટલું કહી જાય છે. બાળકો કેવા હોવા જોઈએ, કેવા સંસ્કાર હોવા જોઈએ, કેટલા બહાદુર હોવા જોઈએ. એનો સુંદર ચિતાર આવે છે. તેની સાથે ગાય અને ગોપી જીવન આવે છે. દૂધ, ઘી, શહેરોમાં નહિ લઈ જાઓ. પોતાનું બાળક આપી દેવા સુધીની અર્પણતા, આદર્શ, વર્ણવ્યવસ્થા અને એક જ શરીરમાં એ ચાર વર્ણ કેવી રીતે રહી શકે. ચાર આશ્રમ કેવી રીતે રહી શકે. તે સાધુતાની પગદંડી
૨૭૭