________________
આજે વિદ્યાર્થીઓની જાહેરસભા લો-કૉલેજમાં પાંચ વાગ્યે હતી.
અંબુભાઈ, મણિબહેન વગેરે આવ્યાં. ગઈકાલે રાત્રે કોઈએ ગામમાં સંતબાલ મુર્દાબાદ, ગોળીબારનો ન્યાય આપો એવાં એવાં સૂત્રો લખાયાં છે. તા. ૨૧-૮-૧૯૫૬ :
આજે પ્રાયોગિક સંઘની મિટિંગ મળી. તેમાં ખાસ કરીને રેલ સંકટ અંગે, ચારેય તાલુકામાં કંઈક રકમ મંજૂર કરવા અને બીજું આગામી ચૂંટણીમાં પ્રાયોગિક સંઘે નામો સૂચવવા તેની વિચારણા થઈ.
હું (મણિભાઈ) સવારની ૮-૧૫ની મોટરમાં મોરારજીભાઈ અને ઢેબરભાઈના પત્રો લઈને અમદાવાદ જઈ આવ્યો. તા. ૨૩-૮-૧૫૬ :
કુરેશીભાઈ સવારની ૧૦-00ની ગાડીમાં આવ્યા. અમદાવાદની બધી વાત કરી. રોજ રોજ મોરારજીભાઈ સાથેનો પત્રવ્યવહાર લઈ જવા, લાવવાનું તેમની મારફત ગોઠવ્યું. મોરારજીભાઈ ઉપરનો પત્ર અને એક નિવેદન તૈયાર કરીને છાપામાં આપવા તેમને આપ્યું. નિવેદનની ભાષા સહેજ કડક લાગી પણ આવે વખતે સ્પષ્ટ વાતો કોઈ કરતા નથી. લોકોના બહુ મોટા વર્ગને માટે ગમે તેવી ભાષા વાપરે છે. છાપાં પણ આર્થિક લાભને કારણે ટોળાશાહીને ગમે તેવું લખે છે. લોકોનું ઘડતર થાય, તોફાનીઓ ઉઘાડા પડી જાય, એવું લખતાં નથી. તા. ૨૪-૮-૧૯૫૬ :
આજે સવારના કુરેશીભાઈ, મોરારજીભાઈ સાથે વાતચીત કરીને આવ્યા. સાથે તેમનો પત્ર પણ લાવ્યા. મોરારજીભાઈની સલાહ એવી થઈ કે, ગામડાંની ટુકડીઓને આજના સંજોગો જોતાં ન મોકલવી. ટુકડીઓ મોકલવાથી બુદ્ધિશાળી લોકો અંદર ઘૂસી જઈને બદનામ કરશે. તોફાનીઓ હશે તો ટોળે મળી તેને રોકશે અને પોલીસને પગલાં લેવા પડે તેવી કાર્યવાહી કરશે.
મહારાજશ્રી ઉપવાસનાં પારણાં ન કરી ઉપવાસ લંબાવવા માગે છે તે તેમનું મંથન સૂચવે છે. પણ આજના તબક્કે તે યોગ્ય નથી લાગતા. લોકોમાં ગેરસમજ ફેલાશે કે મોરારજીભાઈ થાકી ગયા એટલે બીજાને ઊભા ૨૭૬
સાધુતાની પગદંડી