________________
પડ્યાં છો. તમારું નિવેદન રાજ્ય દ્વારા અપાયેલું છે. ભૂમિપુત્રનો લેખ મેં જોયો છે. વિનોબાજીએ પ્રથમ ધર્મયજ્ઞ શરૂ કર્યો. પછી ધીમે ધીમે બધી વાતો ચૂંથી નાખી. નીતિ ફેરવી. મુંબઈના પ્રશ્નમાં તેમણે ઘણી ઘાલમેલ કરી. મહાત્માજીએ અહિંસાની આવી વ્યાખ્યા કદી નથી કરી.
કોંગ્રેસવાળા આજે એને તરછોડે છે. કાલે સોડમાં ઘાલે છે. આ નીતિને લીધે જ અમદાવાદમાં આવું બન્યું છે. તેમની નીતિરીતિનું કોઈ ઠેકાણું નથી. હું માથું મારતો જ નથી.
વિદ્યાર્થીઓને કોઈ ખુલ્લું કહેતું નથી કે તમારે રાજકારણમાં ભાગ ના લેવો. બાપુજીએ જયારે જોયું કે વાનરસેનાનો ઉપયોગ નુકસાનકારક છે ત્યારે તે બંધ કરી દીધો. હવે મોટા વાંદર છૂપાહૂપ કરે છે.
અહીંના પ્રશ્નોમાં પાંચ પ્રિન્સિપાલોએ સહી કરી. જ્યાં મુખ્ય આચાર્યો રાજકારણની મેલી રમતમાં સામેલ હોય ત્યાં વિદ્યાર્થીઓનું તો પૂછવું જ શું? અને પ્રિન્સિપાલોને પણ મિલમાલિકોને પંપાળવા પડે છે. એટલે શિક્ષણ બગાડી મૂક્યું છે. સ્વતંત્ર શિક્ષણ નહિ રહે તો આ દશા મટવાની નથી. મને મધ્યસ્થ લાખો રૂપિયા આપવાન્સ કહ્યા, અને અમુક શરતો કરીને તેને ધુતકારી કાઢી. ભાષાવાદ કમિશનો નીમાય છે પણ એ લોકો ભાષાનું ખૂન કરવાના છે. ઢેબરભાઈએ તા. ૪થીએ શું રાંધ્યું, તે કહેતા નથી અને માત્ર એકતાની વાતો કરે છેઆને તો હું લવારો કહું છું.
વિદ્યાર્થીઓએ ધોળી ટોપીનું અપમાન કર્યું છે. તેનું સાચું પ્રાયશ્ચિત ત્યારે બને કે જ્યારે ટોપી દિન ઊજવી તે દિવસે દરેક વિદ્યાર્થી ટોપી પહેરીને સરઘસ કાઢે.
પરીક્ષિતભાઈ કહે, કોંગ્રેસવાળા બીજાની વાત સહન જ કરી શકતા નથી. આપણું નિવેદન તેમને ન ગમ્યું.
ગમે તેવા માણસને ટિકિટ આપી દે છે. મેં કહ્યું કે જો આપણે એવી સ્થિતિ સર્જી શકીએ કે તમે યોગ્ય વ્યક્તિને મૂકો. ચૂંટાઈ આવવાની જવાબદારી અમો લઈએ છીએ તો વાંધો નહિ આવે. પણ તેમને લાગ્યું કે રચનાત્મક કાર્યકરને તેમ કરવા જતાં ખુશામત કરવી પડે છે.
બીજી ઘણી વાતો છૂટક છૂટક થઈ હશે. મેં જે લખી છે તેને મારી ભાષામાં, મારી સમજ પ્રમાણે જણાવી છે. બપોરના મોટરમાં પાછો આવ્યો. સાધુતાની પગદંડી
૨૭૫