________________
સમજાવવી જોઈએ. ઢેબરભાઈ કહે, શહેરમાં બધા સમજેલા છે, સમજેલાને સમજાવવા અઘરા છે. મેં કહ્યું, ગામડાંને તૈયાર કરવાં જોઈએ. ગામડાં તૈયાર થશે તો તેની અસર શહેર ઉપર થશે.
શહેરના મિલમાલિકો અમૃતલાલ હરગોવિંદ, રતિલાલ નાથાલાલ, સાકરલાલ બાલાભાઈ, સતિયા વગેરે મળવા આવ્યા. પ્રજામત અંગે ચર્ચા ચાલી, પણ શ્રી ઢેબરભાઈએ તેના ઉપર કશું જ લક્ષ્ય ન આપ્યું. પછી સતિયાએ કહ્યું, એકાદ સભા ભરીએ તો કેમ ? ભરો મને શું વાંધો છે ? હું સભામાં આવવા તૈયાર નથી. તમોને ઠીક લાગતું હોય તો કરો. શેઠને કહે તમે તો મને ઓળખતા નથી અને તમે મોરારજીભાઈ સાથે વાત કરવાની બંધ કરી છે. બીજાને કહે તમે તો સંગ્રામ સમિતિમાં છો ને ? કહે ના, સીમા સમિતિમાં. પછી કહે તમે ગોળીબારનો વિરોધ કરો છો પણ બીજું કંઈ નહિ જુઓ તો ઘણા ગોળીબાર થતા જોશો. મતલબ કે અશુદ્ધ સાધન પોતાના જ માથામાં વાગશે. મુંબઈમાં સામ્યવાદીઓની ભાષા ઊલટી. શાંત રહો કહો, ત્યારે સમજવું તોફાન કરો. અહીં પણ એમ જ ચાલે છે.
ઢેબરભાઈ, પુષ્પાબહેન, જુગતરામભાઈ, કુરેશીભાઈ, મણિબહેન, પટવારી વગેરે અમે સૌ જુદાં બેઠાં હતાં. ત્યાં ઢેબરભાઈએ કહ્યું, એકલું ફેસિઝમ ચાલે છે એનો મંત્ર એ કે અમે કહીએ તેમ કરો. નહિ તો આમ થશે. આ જે ટોપી છે. કાલે બીજો આવશે. જ્યારે મૂડીવાદ અને જમીનવાદ ભેગા થાય ત્યારે આમ જ બને.
આ પહેલાં પણ આમ જ બનેલું. લોકો ગોળીબારને હિંસા કહે છે પણ ખોટી દોરવણી આપી ઉકેરવા તેને હિંસા માનતા નથી.
ભૂદાનવાળા નિયોજન પ્રત્યે નાપસંદગી દર્શાવતા રહ્યા છે. તેમણે કહ્યું, ટોચથી નીચે સુધીના બધા ભૂદાન કાર્યકરો “અમે જ ન્યાય આપી શકીએ તેમ છીએ, એમ માને છે.” “ભૂમિપુત્ર'નો લેખ બહુ ખરાબ છે. એમાં તમે સહમત ના હો તોપણ તમારી જવાબદારી છે. થોડા કાર્યકરો સાથે આશ્રમમાં મળવાની ઇચ્છા જુગતરામભાઈના કહેવાથી વ્યક્ત કરી. તે રીતે બપોરના કેટલાંક બહેનો અને કાર્યકર્તાઓનું પાંચ વાગ્યે આશ્રમમાં મિલન ગોઠવ્યું.
પાછા ફરતાં સૂર્યકાંતને અને મગનભાઈ દેસાઈને મળતો આવ્યો. એકાએક મગનભાઈએ જુગતરામભાઈને ઉધડો લીધા. તમે ભૂમિદાનવાળા રાજકારણમાં
સાધુતાની પગદંડી
૨૪