________________
કેટલી દૂર થાય છે તે છે. સરકારનું ગજુ મૂડીદારો કે જમીનદારો સામે થવાનું નથી. એટલે જમીન ફાજલ પાડવાની વાત જમીનદારોને લાગુ ના પાડી. પાડી તો એવી પાડી કે બિલકુલ અસર ના થાય. પણ ગરીબ ગણોતિયાને લાગુ પાડી. તે ૪૮ એકરથી વધારે ન ખેડી શકે. સેલ્સટેક્ષ આંદોલન ચાલ્યું તો વેપારીઓ અને રાજકીય પક્ષો એક થઈ ગયા. વેચાણ ઉપર વેરો આવવાનો હતો. તેમને કંઈ નહાવાનું નહોતું. છતાં આંદોલન ઉપાડ્યું. રાજય ઢીલું પડે તેવી સ્થિતિ સર્જાવા લાગી. ગામડાના લોકોએ સમજ્યા વગર હાજી હા કરવા લાગ્યા. સૌરાષ્ટ્રમાં હું ગયો. બધું જોયું. અનુભવ્યું, ગામડાં જાગે નહિ ત્યાં સુધી કોઈ વસ્તુ મટવાની નથી. ત્યાગ કરીને એ બળ આપવાનું છે. સ્વરાજયની લડતમાં ગામડાએ બહુ ઓછો ભોગ આપ્યો છે. એટલે તેમને સ્વરાજ્યનો ફાયદો મળ્યો નથી, મેળવી શક્યા નથી. શહેરોએ ભોગ આપ્યો, એટલે તેઓ લાભ મેળવે છે. ગામડાં ભૂખ્યાં છે, તેઓ શું ભોગ આપી શકે ? ત્યારે આપણે કહ્યું સહી શકે તેટલો ત્યાગ કરે. ખેડૂત મંડળે સાવ સીધા અને નાના પ્રશ્નો મૂક્યા છે, પણ સરકારે માન્ય કર્યા નથી. એટલે શુદ્ધિપ્રયોગનો વિચાર કર્યો. તે પણ બહુ હળવી રીતે કાનૂન રક્ષા, કોંગ્રેસની સિદ્ધાંત નિષ્ઠા તૂટે નહિ. પાંચ ગામ અને પચીસ માણસો જમીન ત્યાગ કરે. ૩૦ જણ ત્રણ ત્રણ ઉપવાસ કરે આ છે શુદ્ધિપ્રયોગની પ્રક્રિયા. વાત નાની છે છતાં ભવ્ય આદર્શ મૂક્યો છે. તમે બધાં આની ઉપર ચિંતન કરજો.
ત્યાગ તપ એટલે આપણે સંન્યાસ લેવો એવો અર્થ કરીએ છીએ. આ ત્યાગમાં સંસારી રહેવા છતાં સંન્યાસ લેવાનો છે. ટુકડો રોટલા માટે ફાંફાં મારવાં પડશે. જ્યારે તપની લાલચ આવશે કોંગ્રેસ તરફથી પણ લાલચ આવશે. જયારે તપની સફળતાની તૈયારી ચાલી છે ત્યારે દેવો પ્રથમ ત્રાસ ફેલાવે છે. એમાં નથી ફાવતા તો લાલચ રંગરાગની મૂકે છે. આમાં ટકે તો બેડો પાર થાય. આવું જ તમારું બનવાનું છે. નાની બોરુમાં ડાહ્યાભાઈ તૈયાર થયા. પણ પછી બોલવાના હોશ નથી રહ્યા. તેમની મુશ્કેલીઓ પણ હશે. કુદરતને મંજૂર હશે તો આપણને સફળતા મળવાની છે. સફળતા મળતી જ જાય છે. આપણે પટ પછીના કબજાની વાત કરીએ છીએ. ત્યાં પ્રાંતિક સમિતિએ ૪૮, ૪૯થી વાત કરી છે. પણ એ બધું માત્ર વાતોથી સાધુતાની પગદંડી
૨૬૭