________________
અને સાત જણનાં મૃત્યુ થયાં. અહીંની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ હડતાળ પાડી અને બળજબરીથી બીજી શાળાઓ પણ બંધ કરાવી. તા. ૯-૮-૧૯૫૬ :
આજે સહકારી મંડળીઓની મિટિંગ હતી. અંબુભાઈ, કુરેશીભાઈ, સુરાભાઈ, બળદેવભાઈ, પ્રાણલાલભાઈ વગેરે ૩૦ જણા આવ્યા છે. વાહનવ્યવહારની અગવડને કારણે વધુ લોકો આવી શક્યા નહોતા. મિટિંગમાં સાણંદ અને ધોળકા તાલુકામાં બેંકના ડાયરેક્ટરની ચૂંટણીમાં ખેડૂત મંડળને સામાજિક આર્થિક બાબતમાં સ્વતંત્ર નીતિ સ્વીકારવી, બીજો મુદ્દો સહકારી મંડળીઓમાં ખેડૂત મંડળનું પ્રતિનિધિત્વ દાખલ કરવા અંગે ચર્ચાઓ થઈ.
મહારાજશ્રીએ મિટિંગમાં જણાવ્યું કે આ બધા પ્રશ્નો કેમ ઊભા થાય છે? તેને તમે બધાં વ્યવસ્થિત સમજી લો એ જરૂરી છે. પાણી આવે ત્યારે આપણે ચેતીએ છીએ.
મૂળ તો આ દેશમાં સહકારી પ્રવૃત્તિ આવી તે જાણે બહારથી આવી, તેમ લાગે છે. અને કેવળ આર્થિક પ્રશ્નો માટે જ તે છે એમ માન્યું છે. જો સહકારી પ્રવૃત્તિનો પાયો સમાજને નહિ લો અને અર્થતંત્રને જ લઈને ચાલશો તો મુશ્કેલીઓ આવવાની છે. પૈસા મળશે, પણ તેનો ઉપયોગ કેમ કરવો તે નહિ વિચારીએ તો જીવન કોઈ દિવસ ઊંચું નહિ આવે. સમાજ જીવનના બધાં તત્ત્વોને સાંકળવાં જોઈશે. સત્તાના રાજકારણમાં જવા કરતાં, સહકારી પ્રવૃત્તિના કાર્યમાં રસ લેવો તે વધુ ઉપયોગી છે.
સંસ્થાએ ટકવું કે વ્યક્તિએ ટકવું તે સવાલ છે. વ્યક્તિમાં અભિમાન પેસવાનો ડર છે એટલે સંસ્થાનું બળ વધવું જોઈએ. બપોરના સભા ફરીથી શરૂ થઈ. અંબુભાઈએ મંડળનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. જયંતીભાઈએ સામાજિક, આર્થિક બાબતમાં મંડળની નીતિ સ્વતંત્ર શા માટે એ સમજાવ્યું હતું. ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે દરેક પ્રવૃત્તિનું મૂળ સિદ્ધાંત છે. માયા મમતા આવે ત્યારે તે, સિદ્ધાંતને વફાદાર રહી શકતો નથી. એટલે બે માણસ ભેગા મળે ત્યાં સિદ્ધાંત સચવાય છે. નરીમાન, ખરે, સુભાષ જ્યારે સિદ્ધાંતથી ચલિત થયા ત્યારે કોંગ્રેસમાંથી ખસી ગયા, ખસી જવું પડ્યું. પંડિતજી કહે, કે કોંગ્રેસમાં નથી રહેવું તો કોંગ્રેસ જ રહે. પંડિતજી બદલાઈ જાય કોંગ્રેસ એટલે અમુક વ્યક્તિ નહિ, સત્ય, અહિંસાના સિદ્ધાંત, સામુદાયિક રીતે ૨૭૦
સાધુતાની પગદંડી