________________
તા. ૪, ૫, ૬-૭-૧૫૬ : શહીદ
સાથળથી શહીજ આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. ગામની સ્થિતિ એવી છે કે, વરસાદ પડે એટલે ચારે બાજુ પાણી ભરાઈ જાય છે. કાદવ કીચડનો પાર નહિ અને ચીકણી માટી. અમારા નિવાસ દરમિયાન બંને દિવસ વરસાદ પડ્યો. પ્રવાસ શરૂ થયો. પણ રસ્તે કાંટા, કીચડ અને લપસતા આવતાં હતાં. સદ્ભાગ્યે ગામના મુખ્ય આગેવાનો અમારી સાથે આવ્યા હતા. તેમણે ઘણી કાળજી રાખીને બને તેટલે સારે રસ્તે લાવવા પ્રયત્ન કર્યો. પાદરે સાબરમતી નદી વહે છે.
અહીં મુખ્ય કાર્યકરોને બોલાવ્યા હતા. તેમની વાતો સાંભળી લીધા પછી. મહારાજશ્રીએ પોતાનું ચિંતન વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રવૃત્તિ અંગે પુનઃ ચિંતન કરી લઈએ તો થોડું બળ મળશે. હું મારી વાત મૂકું. પ્રથમ જળસહાયક સમિતિ થઈ. બધા ભાઈઓ નજીક આવ્યા. કાર્યકરો મળ્યા પછી થયું કે હવે કંઈ સક્રિય કામ થવું જોઈએ. હું વ્યક્તિગત જીવનની રીતે જોઉ તો દીક્ષા લેવાની ઇચ્છા થઈ. પણ માતા હયાત હતાં, તેમની ઇચ્છાને ટાળવી મુશ્કેલ હતી. પરંતુ મનુષ્યને જ્યારે અંતરમાંથી સાચી ઇચ્છા પ્રગટે છે ત્યારે કુદરત તેને મદદ કરે જ છે. માતા ગયાં. વૃદ્ધ માતામહી, મામા, બહેન સહમત થયાં. દીક્ષા લીધા પછી પણ એ વિચારો આવ્યા કરે, આ તો ધનવાદી સમાજરચના છે. ધર્મવાદી સમાજ રચના થવી જોઈએ. દરેક ક્ષેત્રમાં ધર્મે એક ડગલું આગળ ચાલવું જોઈએ. એ કેવી રીતે ચાલે ? એમાંથી હું જે માનતો હતો તેને જાહેરજનતા આગળ ખુલ્લું કર્યું. સ્ત્રી સન્માન, ભિક્ષાચરીના નિયમો સમૌન, એકાંતવાસ, તેમાંથી નિવેદન. ગુરુએ કહ્યું, મુહપત્તીના વિચારો જાહેર કરવા પડતા મૂક. પણ મેં જાહેરહિત ખાતર જાહેર કરવા આગ્રહ રાખ્યો. ગુરુએ શિષ્ય તરીકે રદ કર્યો. પછી તો ઘણીવાર ચિંતન ચાલ્યું. છેવટે માર્ગ સાચો છે તો પાછા કેમ હઠવું. આમ પ્રગતિ
ચાલી.
ગણોતધારાના પ્રશ્નમાં પ્રથમ તો હું મારી જાત ઉપર લેવા માગતો હતો. પણ જનતા સાથે હોય તો વધારે સારું. કાર્યકરોને પણ વાત ગળે ઊતરવી જોઈએ. એમ ને એમ કાર્યકરોને ઘસડાવ્યા કરું તો તે લાંબો વખત ચાલે નહિ. “સિદ્ધાંત રહેતા સંસ્થા તૂટી જાય તેની બહુ કિંમત નથી.' જો ૨૫૪
સાધુતાની પગદંડી