________________
ખરું કે મહારાજ દર વખતે પોતાને સાચા લાગતા વિચારો ઉપર જ ભાર મૂકે છે. ચિકણાસ બહુ કરે છે. પણ જે લાગે તેને વફાદાર નહિ રહેવાનું પણ જોખમ છે. સોક્રેટીસે જોયું કે જે સમાજને મેં પોપ્યો એ સમાજે મને પોપ્યો. એ જ સમાજ મને ઝેરનો પ્યાલો પાય છે તો મારે પી લેવો. તેમાંથી મને નુકસાન નથી થવાનું. સમાજને નવો વિચાર કરવાનું સાધન મળશે.
સમાજના નિયમો વ્યક્તિએ પાળવા એનો અર્થ આ છે અને વ્યક્તિ પોતાના વિચારો લાગે તો ટોળું થઈ જવાનો ભય છે. પંડિતજી અને વિનોબાજુ પોતાની રીતે કામ કરે છે. ભૂદાનમાં નીતિની પાછળ અનૈતિક તત્ત્વો વધારે જોર કરતાં દેખાય છે. કોંગ્રેસનો વિરોધ કરવો તેથી દેશની નૈતિક તાકાત તૂટે છે. એમ માત્ર કોંગ્રેસના જ બની જવું તેથી તેમાં કોંગ્રેસની નબળાઈઓ પોષવાનું બને છે. એટલે ગામડાંનું બળ તેને મળવું જોઈએ. મારા આ વિચારો કાલની વાતો ઉપરથી બંધાયા નથી. ફૂલજીભાઈ થોડા આમાં નિમિત્ત બન્યા છે. પણ સમાજની બધી સ્થિતિ જોઈને મેં ઉપવાસ ગુજરાત છોડવાના વિચારો કર્યા હતાં. તા. ૬-૭-૧૯૫૬ : રામપુર
શીરીસથી સડકે સડકે રામપર આવ્યા. ઉતારો એક ભાઈના નવા મકાનમાં રાખ્યો હતો. રાત્રે નિશાળમાં જાહેરસભા થઈ. તા. ૭-૭૧૯૫૬ : ત્રાંસદ
રામપુરથી નીકળી ત્રાંસદ આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો દામોદરભાઈની વાડીમાં રાખ્યો હતો. ગામ લોકોએ વાજતેગાજતે ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. અહીં હરિજનનો ઝઘડો હતો તે પંચ મારફત પતાવ્યો.
રાતના અંબુભાઈ, નાનચંદભાઈ, ફૂલજીભાઈ, વીરાભાઈ, નવલભાઈ, દીપુભાઈ વગેરે સાથે સારંગપુરના સ્વામીનારાયણ મંદિરની જમીનો જે ખેડૂતો ખેડે છે તેઓ વર્ષોથી ખેડે છે, છતાં ખેડ હકમાં નામ નોંધાતું નથી તેનો ઝઘડો લવાદી માટે ખેડૂત મંડળને સોંપ્યો છે. તેની કાર્યવાહી અંગે ચર્ચા થઈ. ૨૫૮
સાધુતાની પગદંડી