________________
તા. ૧૦-~૧૫૬ :
આજે પ્રથમ ઉપવાસ શરૂ થયો. આગલી રાત્રે પ્રાર્થના સભામાં ઉપવાસની જાહેરાત કરેલી. ચાતુર્માસ માટે આવેલા અને પહેલે દિવસથી ઉપવાસની જાહેરાત થઈ. એ લોકોને ગમ્યું નહિ. તેમનો આશય એ હતો કે અમારી સાથે પ્રથમ ચર્ચા કરી હોત તો સારું હતું. જ્યારે અમારી મુશ્કેલી એ હતી કે સમય બિલકુલ રહ્યો નહિ. અને ઉપવાસનું તો આગળથી નક્કી થયેલું જ હતું. છતાં તેમને સમાધાન આપવા પ્રયત્ન કર્યો. છતાં પ્રભુદાસભાઈ તો થોડું ઊંચેથી બોલીને ચાલ્યા ગયા. તા. ૧૧-૧૯૫૬ :
આજે ઉપવાસનો બીજો દિવસ હતો. મીરાંબહેન આજે સાંજનાં આવી ગયાં. તેમની ઈચ્છા પૂ. નાનચંદજી મહારાજની સાથે રહેવાની હતી. અને તા. ૧૭મીએ ચાતુર્માસ સ્થાને પહોંચાડીને આવવાની હતી. પરંતુ ઉપવાસના સમાચાર સાંભળ્યા અને મહારાજશ્રીએ નિયમિતતા માટે સહેજ ટકોર કરેલી કે વાઘજીપરાથી પાછા આવવાનાં હતાં અને છતાં જવાની ઇચ્છા થાય તો ખબર આપવી જોઈએ. એ કારણે જલદી આવ્યાં. તા. ૧૩-૧૯૫૬ :
ત્રાંસદના હરિજન પ્રશ્ન અંગે લવાદે જે ચુકાદો આપેલો તેની વિગત જણાવવા શ્રી જયંતીભાઈ આવ્યા. મહારાજશ્રીને આજે ચોથો ઉપવાસ હતો. છતાં દશથી પાંચ વાગ્યા સુધી આ ચુકાદા અંગે સતત બોલ્યા. મીરાંબહેન વારંવાર અકળાતાં હતાં. પણ પ્રશ્ન અગત્યનો હોવાથી બોલવું પડ્યું. તા. ૧૪-૭-૧૯૫૬ :
આજે દામોદરભાઈ અને રંભાબહેન આવ્યાં. મહારાજશ્રીનું ઉપવાસથી ૮ રતલ વજન ઘટ્યું છે. તા. ૧૫-૭-૧૯૫૬ :
આજે કોઠના આગેવાનો મોટાભાઈ, ખેંગારભાઈ મુખી, પટેલ અને સીવણવર્ગના ભાઈઓ ખબર જોવા આવ્યા.
૨૬)
સાધુતાની પગદંડી