________________
તા. ૧૯-૭-૧૫૬ :
સાંજના કુરેશીભાઈ મળવા આવ્યા. તેઓ ધોળકાથી સારંગપુર ગયા. - સાંજના જયંતીભાઈ, છોટુભાઈ, ચંપકભાઈ વગેરે સાથે ગણોતધારા સુધારા બિલ તા. ૧લી ઓગસ્ટે અમલમાં આવે છે તે દિનથી શુદ્ધિપ્રયોગ ઉમરગઢથી શરૂ થશે. તે વખતે ગામડાંના લોકો પરિચિત રહે. શુદ્ધિપ્રયોગ તો આખા ગુજરાતમાં પ્રચાર થાય અને સહાનુભૂતિ મળે તે માટે કંઈક સાહિત્ય પ્રગટ કરવું જોઈએ. એની વિચારણા કરી. છેવટે એવું નક્કી થયું કે અઠવાડિક શરૂ કરવું. તેનું લવાજમ ૨ થી ૩ રૂપિયા રાખવું. બને તેટલા ગ્રાહકો બનાવવા અને બાકીનાને ફ્રી મોકલવું. તેનું સંપાદન કરનાર કોઈ આપણા પ્રયોગમાં રસ લેતા અને ભાવનાશાળી વ્યક્તિ જોઈએ. તેને માટે સૌનું ધ્યાન મઢી આશ્રમમાં રહેતા મનુ પંડિત ઉપર ગયું. પણ તેઓ ત્યાં કામગીરી બજાવી રહ્યા છે. એટલે સંસ્થાને મુશ્કેલી ન પડે તે રીતે તેમની સંમતિ મળે તો છએક માસ માટે ઉછીની નોકરી મેળવવી. આ જાતનો પત્ર તેમને લખ્યો. અઠવાડિકનું નામ જાગૃતિ અથવા ગ્રામસંગઠન કે એવું કંઈક ગામડાંનાં ઘડતરનો ખ્યાલ આવે તેવું રાખવું. રાત્રે કાળીદાસભાઈએ કહ્યું ગ્રામસંગઠન નામ સારું છે. કારણ કે કાયમી પ્રયોગો એ નામની આજુબાજ ચાલવાના છે. મહારાજશ્રીએ હાસ્યમાં કહ્યું, જો એ નામ મંજૂર થશે તો તમે ફોઈબા થશો. અને ફોઈબાએ જવાબદારી પણ સંભાળવી પડશે. તા. ૨૦-૭-૧૫૬ :
આજે સવારના અંબુભાઈ આવ્યા. સારંગપુરની વિગત કહી સંભળાવી. કોંગ્રેસી કાર્યકરો સંસ્થા તરફના પૂર્વગ્રહના કારણે સામા પક્ષને ખોટી સલાહ આપે છે. આ દુઃખદ છે. ખેડૂતમંડળે શોષિતોના તરફે કાર્યવાહી સુંદર ચલાવી. તા. ૨૨-૭-૧૫૬ :
બપોરના ગામ આગેવાનોને પૂર્ણિમા પછીનો કાર્યક્રમ વિચારવા બોલાવ્યા હતા. એમાં એવું નક્કી થયું કે સવારની પ્રાર્થના પછી ગીતા ઉપર કહેવું અને રાત્રે વાર પ્રમાણે રામાયણ ગીતા તથા કથાવાર્તા, પ્રશ્નોત્તરી અને સર્વધર્મ માનવતા ઉપર કહેવું. પર્યુષણમાં માત્ર દિવસે પ્રવચન રાખવું. એમ
સાધુતાની પગદંડી
૨૬૩