________________
ધનવાડાનાં ૧૭ હરિજનોનો પ્રશ્ન ચર્ચાયો હતો.
ગૂંદી સહકારી મંડળીના આગેવાનો ગગુમુખી, ગોર, નવલભાઈ અને જાલુભાઈ મળવા આવ્યા. કારણ એ હતું કે ગંદી મંડળીનું લેણું ભરપાઈ થયું નહોતું. એટલે શુદ્ધિપ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. પણ પછી સભ્યોએ લેણું વસૂલ આપવાની ખાતરી આપતાં પ્રયોગ બંધ રહ્યો હતો. પણ કાર્યકરો ગાફેલ રહ્યા. અને સભ્યોએ ભૂલ કરી. તે માટે નાનચંદભાઈએ ત્રણ, અંબુભાઈ અને નવલભાઈએ એક એક ઉપવાસ કરવા એમ નક્કી થયું. મહાદેવમાં (ગૂંદી)માં શરૂઆત કરી. ગામ લોકોનો પ્રેમ તો હતો જ. ગામનું ખરાબ દેખાશે એટલે વિનવવા આવ્યા હતા. મહારાજશ્રીએ બંનેને સમજાવ્યા. અહીં દામોદરભાઈએ અને રંભાબાઈએ અમારી ખૂબ સેવા કરી હતી. તા. ૯-૭-૧૯૫૬
ધોળકા ચાતુર્માસ પ્રવેશ ત્રાંસદ વાડીએથી નીકળી ધોળકા આવ્યા. ઘોઘા બાપાના સ્થાને ધોળકાવાસીઓએ સ્વાગતની તૈયારી કરી હતી. તેઓ રોકાયા. રબારી ભાઈઓએ પ્રથમ સ્વાગત કર્યું તે પછી વિદ્યાર્થીઓએ શહેરીઓએ વાઘરી ભાઈઓ, હરિજનો, રબારીઓ વગેરે આવ્યા. વાઘરીભાઈઓનું બેન્ડ આવ્યું હતું. એ લોકો તેમનો પોશાક બેન્ડ વખતે પહેરતા તે પહેરીને આવ્યા હતા. ભજન મંડળી સાથે જંગલેશ્વરજી મહારાજ પણ આવ્યા હતા. અહીં અનેક આગેવાનો અને સંસ્થાઓએ મહારાજશ્રીને સૂતરહાર પહેરાવી સ્વાગત કર્યું. પછી સરઘસરૂપે સૌ ધમકવાડીમાં નિવાસસ્થાને આવ્યા. અહીં આવીને મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું.
બપોરના કાર્યકરોની મિટિંગ મળી. એમાં મહારાજશ્રીના ઉપવાસ સંબંધી ચર્ચા ચાલી. આજે ગ્રામસંગઠન, કોંગ્રેસ અને રચનાત્મક કાર્યકરોની એકવાક્યતા નથી. અવ્યક્ત રીતે એકતા છે. વળી ગ્રામસંગઠન અંગે અને થનારા શુદ્ધિપ્રયોગ અંગે ખેડૂતોની અને કાર્યકરોની ઢીલાશ આ બધાથી મહારાજશ્રીને વ્યથા થતી હતી. એને માટે ઉપવાસ અને પ્રાર્થના સિવાય બીજો ઉપાય શો ? જનતાને અસર કરી શકે એવું કોઈ સાધન હોય તો તે અન્નકોપનું છે. એટલે સાત ઉપવાસ કરવા એમ વિચાર્યું. સાધુતાની પગદંડી
૨ ૫૯