________________
સ્પષ્ટ દેખાઈ આવતી હતી. અહીં વગડો હતો. શરમીયાની જમીન હતી. તેને કચ્છીભાઈઓએ પટાથી લીધી છે. ખૂબ મહેનતું પ્રજા છે. કામચલાઉ મકાનો ઊભાં કરી દીધાં છે. તેમની મહારાજશ્રી તરફની ભક્તિ અપાર હતી. સંતનાં પગલાં કરાવવા સૌ હરીફાઈ કરતાં હતાં. તા. ૩૦-૬-૧૯૫૬ : સિંદરજ
લાણાથી સિંદરજ આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો મુખીની મેડી પર રાખ્યો હતો. અહીંની જમીન બહુ સારી છે. દાડમ, જામફળ, લીંબુ વગેરે સારાં થાય છે. ગામ સમજણું લાગે છે. હરિજનોની બહુમતી છે. નિશાળમાં પણ હરિજનોની બહુમતી છે. ઓવર ફલો બોરિંગ છે. પાણી મીઠું છે. વીરાભાઈ ધનવાડાના હરિજન પ્રશ્ન અંગે વાતો કરવા આવ્યા હતા. તા. ૧-૭-૧૯૫૬ : રનોડા
સિંદરજથી રનોડા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો જૂની નિશાળમાં રાખ્યો હતો. અહીં જયંતીભાઈ અને ગલબાભાઈ આવ્યા. જયંતીભાઈએ પ્રાંતિક સમિતિની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. લગભગ બધા સભ્યોએ ગણોતિયાની તરફેણ કરી. શિલિંગ વધારવાનો વિરોધ થયો અને પહાણીપત્રકમાં નામ ન હોય તેવા ૧૯૪૯ની સાલથી આજસુધીના ગણોતિયાની તપાસ કરવા પ્રાંતની કક્ષાનો અધિકારી અને જિલ્લાની કક્ષાનો કાર્યકર નીમવા સરકારને ભલામણ કરવા ઠરાવ્યું.
ગલબાભાઈએ પસાયતાના પટ અને શુદ્ધિપ્રયોગ કરવા અંગે વાતો કરી. તેઓ ૧૦-૭-૧૯૫૬ના એક મિટિંગ બોલાવી નિર્ણય કરશે. રાત્રે જાહેરસભા થઈ. તા. ૨, ૩-૧૫૬ : સાથળ
રનોડાથી સાથળ આવ્યા. અંતર સાડાપાંચ માઈલ હશે. વચ્ચે જલાલપુર થોડું રોકાયા હતા. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ.
વ્યવસ્થા માટે ચંપકભાઈ પૂજારા આગળથી આવી ગયા હતા. નરસિંહભાઈ જે અહીંના વતની છે. તેઓ સાથે જ હતા. રાત્રીસભામાં સંપ રાખવાની અને દાંડતત્ત્વોની સુધારણા અંગે કહ્યું. સાધુતાની પગદંડી
૨૫૩