________________
થાય નહિ. છેવટે ઘઉં આપવા તૈયાર થયા. પણ આવતી સાલ આપું એમ કહ્યું. પણ પંચે અને કેશુભાઈએ તરત આપવા કહ્યું, પછી મહારાજશ્રી આવ્યા. બધી વાત જાણી અને આવા કામ બદલ નારણને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. રાત્રે પ્રાર્થના પછી સમૂહજીવન જીવવામાં આવતી મુશ્કેલીઓ અંગે કહ્યું. ખાસ કરીને કાશીબહેનને આવી મુશ્કેલીઓ નડે છે અને એનો ભાર મન ઉપર રહે છે. જેની અસર શરીર ઉપર પડે છે. તા. ૨૩, ૨૪, ૨૫-૬-૧૯૫૬ : બગોદરા
શિયાળથી વિહાર કરી અમો બગોદરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એકભાઈના મકાનમાં રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. તેમાં ખેડૂતમંડળ વિશે સારી રીતે સમજાવ્યું.
એક પ્રશ્ન વાળંદના મકાનનો આવ્યો. વિગત એવી હતી કે તેમને લગભગ ૬૦ વરસ પહેલાં એક કોળીને ૬૦ રૂપિયે મકાન ગિરવી આપેલું. હવે ગિરો છોડાવવા વાળંદ તૈયાર છે પણ કોળી પટેલ છોડતા નથી. આ બાબતમાં ઘણા સાક્ષીઓ તપાસાયાં. કોઈની પાસે લખાણ નથી. પણ મકાન વાળંદનું છે અને ગીરો છે. એવું સાબિત થતું હતું. રાત્રે બંને પક્ષકારો અને આગેવાનોને ફરી એકત્ર કર્યા. કોળી પટેલને સમજાવ્યા પણ તેઓ માન્યા નહિ. આ પહેલાં પણ બેત્રણ વાર પંચ મળેલું પણ સમાધાન થયેલું નહિ. ગામવાળા તરફ હતું. છેવટે મહારાજશ્રીએ કહ્યું, આપણે કોર્ટમાં જવું નથી અને સમાજમાં ન્યાય પળાવવો છે. તેને માટે શુદ્ધિપ્રયોગ શસ્ત્ર છે. આવતી કાલે ગામ આગેવાનો તેમને ઘેર જઈ સૂચનાપત્ર આપી આવે. કાર્યકરો પ્રતીક ઉપવાસ કરે અને આઠ દિવસ પછી આખું ગામ પ્રતીક પ્રયોગ શરૂ કરે. પોતે આવતી કાલે ખોરાક નહિ લે. કારણ કે આપણી પાસે ન્યાય સ્થાપવાનું બીજું હથિયાર નથી. ગામ લોકો ચમક્યા. સવારમાં અમારે આ બધી વિધિ પતાવીને રાયકા જવાનું હતું. આગેવાનોને બોલાવ્યા. બંને પક્ષકારોને બોલાવ્યા. વાટાઘાટો ચાલી અને છેવટે કોળી પટેલ બેચરભાઈ લવાદનો ફેંસલો સ્વીકારવા તૈયાર થયા. એટલે અમારે સાંજ સુધી રોકાઈ જવું પડ્યું. ચિઠ્ઠી રોયકા મોકલી આપી. પંચ નીમાયું તેણે ફેંસલો આપ્યો કે ૨૦૧ રૂપિયા વાળંદે આપવા. બેચરભાઈને માગશર સુદી 2 સુધી ઘરમાં રહેવા દેવા. પછી ખાલી કરે તે વખતે ૧૫૧ રૂપિયા આપવા પ૦ તરત સાધુતાની પગદંડી
૨૫૧