________________
છોડો. આની અસર એમને સારી થઈ. ઘણા વખતની ટેવ છે એટલે બે આગેવાનો માંસાહાર જિંદગીભર ત્યાગ કરવા તૈયાર થયા. વીરાભાઈ અને બીજા ભગત.
પૂ. નાનચંદ્રજી મહારાજે અહીં ચાલતું દવાખાનું, સર્વોદય કેંદ્ર વગેરે પ્રવૃત્તિઓમાં રસ લઈ નજરે જોયું હતું. અમદાવાદ જૈન સંઘના આગેવાનો દર્શને આવી ગયા હતા.
તા. ૨૦-૬-૧૯૫૬ :
સવારના ૫-૩૦ વાગ્યે ત્રણેય મુનિઓએ પ્રયાણ કર્યું. પાદરમાં ગુરુશિષ્ય બહુ પ્રેમથી ભેટ્યા. તે દશ્ય બહુ આહ્લાદક હતું. બહુ દૂર સુધી મૂકવા ગયા હતા. મીરાંબહેન, મણિબહેન, ભાઈલાલભાઈ વગેરે ઘણા ભાઈબહેનો ભામસરા ગામ સુધી સાથે ગયાં હતાં.
તા. ૨૨-૬-૧૯૫૬ :
આજે પૂ. નેમિચંદ્રજી મહારાજ અને ડુંગરશી મુનિએ ભામસરા તરફ વિહાર કર્યો. તેમને દૂર સુધી વિદાય આપવા ગયા. આ બંને મુનિઓ સંતબાલજીના વિચારો સમજવા અને થયેલા સમાજસેવાના કાર્યો જોવા જાણવા માટે આવ્યાં છે. તેઓ આજુબાજુ જ રોકાશે અને સંતબાલજી સાથે સંપર્કમાં રહેશે.
ગામમાં એક હિરજન અને ભરવાડને પૈસા બાબત ઝઘડો હતો. હિરજન કહે મેં રૂ. ૮૪૦ ભર્યા છે. ગગજી ભરવાડ કહે કે, મેં ૬૦૦ રૂ. આપ્યા છે. એકરે એક પાઈ પણ મળી નથી. પંચ રૂબરૂ બંનેને ભેગા કર્યા, કોઈ કોઈની વાત મચક આપતું નહોતું. પૈસાની લેવડદેવડમાં કોઈ સાક્ષી હતું નહિ. એટલે ગામડાંની રીત પ્રમાણે સાચ લેવાની વાત આવી. હિરજને કહ્યું હું માતાના પગે હાથ મૂકવા તૈયાર છું એટલે બે ત્રણ જણાથી સાથે મેલડીમાતાના મઠ ઉપર જઈ કોડિયું ઉપાડી લાવ્યા. બંનેએ હવે આજ સુધીમાં કંઈ લેવા દેવાનું રહેતું નથી. એવું લખાણ થઈ ગયું. હિરજનને ભરવાડ રંજાડે નહિ કે કંઈ અનિષ્ટ ન કરે તેની તપાસ રાખવા પંચને કહ્યું.
બીજો ઝઘડો નારણ મગન અને કેશુભાઈનો હતો. નારણે કેશુભાઈના ૪૦ મણ ઘઉં વેચી ખાધા હતા. કારણમાં સાડાત્રણ મણ કાંકરા, કેશુભાઈ મજરે આપતા નથી એમ કહ્યું. પંચે તેમને ઠપકો આપ્યો ત્યારે તે દાંડાઈ
સાધુતાની પગદંડી
૨૫૦