________________
નથી. એમ આપણે ગમે તે વ્યવસાય કરતા હોઈએ તોપણ પોતાના સ્વરૂપનું ભાન સતત રહેવું જોઈએ. એક અહવૃત્તિ હજારો દુશ્મન ઊભા કરે છે. એ દુર્ગુણોનો દાદો છે. એને કાઢવો જ જોઈએ. રોજ સવારમાં એનું ચિંતન કરવું જોઈએ.
એક સભામાં પૂ. નાનચંદ્રજી મહારાજે જણાવ્યું કે આપણે માનીએ છીએ કે જે કંઈ કરે છે તે ઈશ્વર છે તે બધું વ્યવસ્થિત અને નિયમિત કરે છે. કોઈ વિશિષ્ટ જાતનું બી હોય પછી માટી ગમે તેટલી હોય, પાણી ગમે ત્યાંનું નાખો પણ બીના પ્રકારનું જ વૃક્ષ કે છોડ ઊગવાનો. ભરતી અને ઓટ નિયમિત, સૂર્ય-ચંદ્ર નિયમિત. આ બધાનો માલિક કોણ ? એમ આ જગતની અંદર બધું નિયમસર એક બચ્ચું જન્મે અને તરત ધાવવા મંડી જાય. આ કોણે શીખવ્યું ? બધું નિયમસર પણ માણસનું બધું અનિયમિત. ગમે તે ખાય, ગમે તેવું બોલે, ગમે તેમ વર્તે, આપણી જેમ કુદરત અનિયમિત ચાલતી હોત તો જગત ક્યારનુંય સાફ થઈ ગયું હોત. આપણે બોલીએ છીએ : આખું પુસ્તક મોઢે-આ બધું કોણ બોલે છે ? આંખો જુએ છે કે વસ્તુનો આંખમાં ફોટો પડે છે. આંખ એ કેમેરા છે. ચાંપ દાબો એવો ફોટો પડી જાય. કાન સાંભળે છે, મન વિચારે છે અને પારાવાર સુખ અગર દુઃખ વેદાય છે. તમે અને અમે જુદાં છીએ. ક્યાંથી દુઃખ ઊભું થાય છે. આ મારા એનું કંઈક બગડે તો દુ:ખ થાય. પાડોશીનું છોકરું મરી જાય તો થોડોક વલવલાટ કરીને ખાવા મંડી પડી જઈશું. જે વસ્તુ પ્રિય છે એના તરફ કંટાળો આવતો નથી. પણ અપ્રિયતા તરફ કંટાળો આવે છે ત્યારે વસ્તુ સુખ દુઃખ આપનાર નથી. આપણું અજ્ઞાન છે.
કુદરત કોણ ? જેને આપણે સ્વભાવ કહીએ છીએ. શરીરની રચના કેટલી કેટલી આશ્ચર્યજનક છે. જ્ઞાનતંતુઓ દોડાદોડ કરે છે. એક જગ્યાએ વાગે, દુ:ખ થાય ત્યારે શરીરને દુઃખ થતું નથી. મને દુઃખ થાય છે. કહીએ છીએ મતલબ કે જે વહીવટ કરનાર છે તેને સુખદુ:ખ થાય છે. શેઠના લાખ રૂપિયા ચોરાઈ જાય તો, મુનિમને ચિંતા થતી નથી. શરીર સળગતું હોય મારું ન માનીએ તો દુ:ખ ન થાય. આપણું શરીર મોટરમાં મૂકીએ અને મોટર હાંકતા ન આવડે તે કેમ ચાલે ? મનુષ્યમાં અનેક શક્તિઓ છે. વિચાર શક્તિ, તર્કશક્તિ, મનશક્તિ હજારો વસ્તુઓ મોઢે હોય છે.
૨૪૮
સાધુતાની પગદંડી