________________
અભિમાન છે. મોટે ભાગે સેવા કરતાં અભિમાન વધારે પોષાય છે. મનુષ્ય કોઈનું સારું નરસું કરી શકતો નથી. પોતે તો નિમિત્ત છે. પોતા માટે જ એ બધી પ્રવૃત્તિ કરે છે. આ વિચાર એ પાયાનો વિચાર છે.
ભર્તુહરિ એક વાર ફરવા ગયેલા. એક ઝૂંપડીએ જઈ ચઢ્યા. તેમાં બે જણ વાતો કરતા હતા. એક મુમુક્ષુ હતો. બીજો કહેતો હતો શાસ્ત્રની વાતો નહોતી, પણ અનુભવની વાતો હતી. અનુભવની વાતો બધી લખી શકાતી નથી. મહાવીર પણ અનુભવની બધી વાતો બોલી શક્યા નથી. સાકર ગળી છે પણ બતાવી શકાય નહિ. લખી શકાય પણ નહિ. આમની વાતો સાંભળો. ભર્તુહરિને થયું આવી વાતો ક્યાંય પહોચી નથી. આત્માના અનુભવની વાત હતી. રાજાને પોતાના અંતરમાં ગૂંચ હતી તે નીકળી ગઈ. પછી જ્ઞાની પાસે જઈને કહે છે, આપ બહુ જ્ઞાની છો ત્યારે એ કહે છે, સોયના નાકા જેટલોય જ્ઞાની નથી. જ્ઞાની તો પેલે ઠેકાણે રહે છે. એમ કહીને પેલો મુમુક્ષુ ચાલ્યો જાય છે. રાજા પાછળ જાય છે ત્યાં વાતો સાંભળે છે, ખુશ થાય છે. રાજા ગુરુને કહે છે અમારો શિષ્ય બહુ જ્ઞાની છે છતાં એવો નમ્ર છે કે કહે છે હું સોયના નાકા જેટલું જ્ઞાન પણ ધરાવતો નથી. ત્યારે ગુરુ કહે છે તે મારો શિષ્ય છે. બહુ અજ્ઞાની છે. રાજા કહે કેમ ? તો કહે સોયના નાકા જેટલું જ્ઞાનનું અભિમાન છે. એ કચાશ છે. સાવ ઓગળી જવું, તેનું જ નામ જ્ઞાન. હું તો સાવ પામર છું, અજ્ઞાની છું. પ્રભુ હજુ મારે ઘણે દૂર જવાનું છે. પોતાનું આત્મદર્શન ત્યારે થાય કે બાહ્યઅભિમાન ચાલ્યું જાય.
માણસ ગમે તેટલા થોકડા કે શ્લોકો મોઢે કરી જાય, પણ જો આત્મચિંતન ન હોય તો એ બધું નકામું છે. પોતાનાં વખાણ થાય અને માણસ ફુલાઈ જાય, કે હું તો કેટલો બધો મોટો ? પણ એથી તો આપણું પતન થાય છે. એ રખડાવનારી વૃત્તિ છે. બીજાને કહેવા માટે મોઢે કરે, સમજે. પોતાને કહેવા માટે ન વાંચે કે વિચારે, બીજાને ત્યારે કહીએ કે જ્યારે પોતાનું ચિંતન કરતાં વખત મળે. પોતાનું અંધારું હોય અને બીજાને દીવો કરવાનું કહેવું, એ અજ્ઞાનતા છે. હું કોણ ? હું વાણિયો નહિ, બ્રાહ્મણ નહિ, પણ સોહમ્, હું તે છું અને તે હું છું. પુરુષ, સ્ત્રીનો વેશ પહેરે ગમે તેટલા હાવભાવ કરે, પણ તે સમજે છે કે હું પુરુષ જ છું. એ ખ્યાલ જતો જ સાધુતાની પગદંડી
૨૪૭