________________
મુનિવરો, માતાઓ અને ભાઈઓ, તમે લોકોએ મારા સ્વાગત માટે ખૂબ પરિશ્રમ કર્યો એ તમારા અંતરમાં મારા માટેની ભક્તિ બતાવે છે. ધામધૂમ ના થાય, એ માટે આગળથી મેં કહાવ્યું હતું. ભાવ સારો હોય, ભક્તિ હોય પણ દરેક વખતે તેવું ના બને. વળી અમોને ખોટી ટેવ પણ ના પડી જાય. અમે ત્યાગી લોકો આવું પસંદ ના કરીએ. વાટ જોવી પડે એકનું સ્વાગત થાય, બીજાનું ના થાય તો ક્ષોભ થાય.
બીજી વાત પહેલા પાણીની કરી. અહીંના પાણીમાં ખારાશ છે, ભલે રહે એ બદલાશે નહિ, પણ તમારા અંતરમાંની ખારાશ જાય એટલે પાણી મીઠું જ છે. પરસ્પર પ્રેમ કરો. ગઈકાલે મીઠાપુરમાં ખારાશ જોઈ, ગામ મીઠાપર હતું. જયારે પાણી ખારાં હતાં. તમારે દેવું થોડું, લેવું ઘણું એ ભાવના થઈ ગઈ છે. અમને આમ કરી આપો. અમે એવાને એવા રહીએ. શિયાળ સિંહ જેવું થાય. શિયાળને શિયાળ ન રાખો, મન મોટું કરો. પરમાત્માને એ પ્રિય છે. ઠાકર મંદિરમાં પ્રસાદ ધરાવો, ટોકરી વગાડો પણ એથી એ ખુશ નહિ થાય. એ તો બધું જોઈ રહ્યો છે. તમારા દિલ કેવાં છે ? તમો મુગુટ પહેરાવનાર કોણ ? અમે આખા જગતને પ્રકાશ આપનાર, અમારા દીવાથી રાજી નથી થતા. સાર એ છે કે પ્રભુ ! હું તારો છું. તારામય છું. તને શું આપી શકું. ઈશ્વરનું ખરું ભોજન તે ગમે તે દેહધારી પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હો, તેની સેવા કરો. ભગવાન કોઈ એક વર્ગના હોતા નથી. વાણિયા કે મુસલમાનના નહિ એ કહે છે હું એક છું પણ તમે કહો છો અમારા ભગવાન જુદા, આ અજ્ઞાનતા છે. ભગવાનને પ્રસન્ન કરવા સૌને ગમે છે. પણ પોતે કોઈને પ્રસન્ન કરતો નથી. વાવે છે બંટી, ને માગે છે ઘઉં. કાંટા વાવે અને ફૂલ માગે એ બને જ નહિ. ઊંચનીચના ભેદ પ્રભુના માર્ગમાં થાય નહિ. તમે કેવા છો ? અમે ઊંચા તમે નીચા
‘પીપા પાની એ ક છે, પનિહારી છે અને ક,
ભાજન મે બિગયા ભયમાં, નીર એ ક કા એ ક.' પાણી બધાનાં એક છે. ભાજન (શરીર) જુદા છે. આપણી કડવાસ કાઢો. ખારાશ કાઢો, તો બધાને ફાયદો થશે. બધાં ધર્મના સંતો કહી ગયા, પ્રાણીમાત્રન સુખ આપો. તમને જે ગમે છે તેથી વિરુદ્ધનું વર્તન બીજા માટે
સાધુતાની પગદંડી
૨૪૫