________________
ના કરો. ખોટાં કામની પ્રેરણા ઈશ્વર નથી કરતો. ચોરને ચોરી કરવાની પ્રેરણા ઈશ્વરે આપી હોત તો તે કોર્ટમાં જઈને સ્પષ્ટ કહેત કે ભગવાને પ્રેરણા કરી અને મેં ચોરી કરી છે. પણ તેમ નથી કહેતા. માણસના હૃદયમાં જેટલું ઝેર હોય છે તેટલું વીંછી કે સર્પમાં નથી હોતું. એક માણસ ધારે તો આખું ગામ બગાડી નાખે અને ધારે તો આખું ગામ સુધારી શકે. તમને મોટાં બનાવ્યાં છે. ગામનું ભલું કરવા માટે તો ભલું કરજો.
ત્યારબાદ પૂ.સંતબાલજીએ કહ્યું કે, પૂજ્ય ગુરુદેવ અને મુનિવરો છોટુભાઈએ કહ્યું તેમ આપણા સભાગ્ય છે કે પૂ. ગુરુદેવનું અહીં પધારવું થયું છે. આ તે ગામ છે કે જ્યાં કોળી પટેલિયાનું પહેલું સંમેલન થયું. કૂવાનું સંભારણું પણ તે વખતનું છે. તમો બધા દરેક કોમના ભાઈઓ એક સાથે બેસીને પ્રેમ બતાવો છો તે જોઈને સંતોષ થાય છે. સાધુ પુરુષો કોઈ એક વર્ગના નથી હોતા. પણ વાડા બની ગયા હોવાથી દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગામડાંમાં કુસંપનું જે બીજ છે તે ધન અને સત્તામાંથી ઊભું થયું છે. ગામડાંમાંથી ધન અને સત્તા બંને જાય અને સેવા અને સદાચાર વ્યાપે. સાધુઓ, ગામડા તરફ દૃષ્ટિ ફેરવે આ મારવાડી સાધુઓ એથી દષ્ટિ રાખીને અહીં આવ્યા છે. માનવજાત પોતે જીવે અને બીજાને જીવાડે.
પૂ. નાનચંદ્રજી મહારાજનું પ્રાર્થના પ્રવચન વ્યવહારની ધમાલ એવી હોય છે કે આપણે ગૂંચવાઈ જઈએ છીએ કે આત્મચિંતન કરવાનો સમય મળતો નથી. મનુષ્ય હંમેશાં તાળો મેળવવો જોઈએ કે હું આગળ કેટલો વધ્યો. પોતાના ચારિત્ર્યને રોજ વિચારવું જોઈએ. અમે પશુતુલ્ય રહ્યા કે માણસ જેવા રહ્યા ! માણસ રોજ આરસીમાં જુએ છે પણ આત્મનિરીક્ષણ કરતો નથી. આ બધું શા માટે ? માળા, ચિંતન, ભક્તિ, ભજન સેવા વગેરે શા માટે ? અમારું ભલું કરવા કે તમારું ભલું કરવા ? ખરી રીતે બીજાની સેવા કરતાં હોઈએ ત્યારે માનવું કે હું મારું જ ભલું કરું છું. આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. આપણો વિકાસ કરીએ તો જ બીજાની સેવા થાય. હું ન હોત તો બીજાનું આમ થઈ જાત. ‘મારી જાત એ વાત કાઢી નાખવી જોઈએ.” જેને હું માનીએ છીએ, એ
સાધુતાની પ દંડી