________________
શરીરની રચના વ્યવસ્થિત છે. આપણે અવ્યવસ્થિત છીએ. તાવ આવે, તેને આપણે શરીર બગડ્યું કહીએ છીએ. ખરી રીતે બગાડ્યું છે. તે સુધારવાની ક્રિયા થાય છે. નાનામાં નાનું અણું પેસી જાય તો, લશ્કર તેને બહાર કાઢે છે. નાનો કાંટો વાગે તો તરત જ્ઞાનતંતુ દોડે છે. અને મગજ હાથને હુકમ કરે છે, કાઢે છે, ન નીકળે તો પકવીને પણ બહાર કાઢે છે. કેટલી નિયમિતતા. આપણે જે ભૂમિકામાં હોઈએ તેની જ વાત કરીએ. પહેલી ભણતા હોઈએ તો સાતમીની વાત ના કરવી. સમયની કિંમત છે એનો બગાડ ન કરવો જોઈએ. તા. ૧૭-૬-૧૫૬ :
પૂ. નાનચંદ્રજી મહારાજ પોતાના શિષ્ય સંતબાલજીની પ્રયોગ ભૂમિમાં પધાર્યા તેથી સૌને ખૂબ આનંદ થયો. પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ, ચુનીલાલજી મહારાજ અને કિશોરમુનિ ચાર દિવસ રોકાયા. એકબાજુ બે મારવાડી મુનિઓ અને સંતબાલજી એક પાટ ઉપર અને બીજા ત્રણ મુનિઓ બીજી પાટ ઉપર એમ છ મુનિઓ જ્યારે પ્રાર્થનામાં બેસતા ત્યારે સુંદર દશ્ય લાગતું હતું. પ્રાર્થના તેમની અને અમારી બંનેની થતી. પ્રાર્થના પછી પ્રવચન રહેતું. તેમાં નાનચંદ્રજી મહારાજ દષ્ટાંત દ્વારા સુંદર પ્રવચન કરતાં છ સંતોની ચર્ચા પણ આખો દિવસ સુંદર રહેતી. શુદ્ધિપ્રયોગ ગ્રામસંગઠન, ભૂમિદાન, ગણોતધારો, આજનો વ્યવહાર ધર્મ અને શાસ્ત્રીય નિયમો વગેરે ઉપર છણાવટ થતી.
આ વખતે બંને ગુરુ શિષ્ય અને ચુનીલાલજી મહારાજને અરસપરસ મળતાં ખૂબ સંતોષ થયો. આમાં કાળ પણ અસર કરે છે.
એક દિવસ કેશુભાઈને ત્યાં બધા મુનિઓ ગયા હતાં. ત્યાં થોડું પ્રવચન રાખ્યું હતું.
એક રાત્રે પઢારભાઈઓનાં ભજન, નૃત્ય રાખ્યાં હતાં. એમની કળા, રિધમ અને તાલબદ્ધતા જોઈ ગુરુદેવ ખુશ થઈ ગયા. ભજનના કાર્યક્રમ પછી પૂ. સંતબાલજીએ અને ત્યારબાદ ગુરુદેવે કહેતાં જણાવ્યું કે તમારી કળા જોઈને હું ખુશ થઈ ગયો છું. પણ તમારા ભજનની સાથે માંસાહારનો મેળ પડતો નથી. રામ હૃદયમાં હોય અને એ હૃદયમાં રામના સંતાનોને મારી પધરાવીએ તો રામ ભાગી જાય. માટે તમો આગેવાનો માંસાહાર સાપુતાની પગદંડી