________________
કર્યું. આથી કેટલાક જમીનદારો જમીન ઘેર ખેડવા લઈ લેવાનો સંભવ છે.
તા. ૮મીએ નાનચંદ્રજી મહારાજ સાથે રહેતા અને સાથે ચોમાસું કરવા ઇચ્છતાં, ચાર સાધ્વીજીઓ આવ્યાં હતાં. બંગલે મુકામ રાખ્યો હતો. મહારાજશ્રી સાથે ઘણી વાતો થઈ. રાત્રે પ્રાર્થના, પ્રવચન પણ એમના સાંનિધ્યમાં રાખ્યું હતું. તેમને ઘણો આનંદ થયો.
પ્રાયોગિક સંઘ, શુદ્ધિપ્રયોગ સહાયક સમિતિની મિટિંગ મળી તેમાં શુદ્ધિપ્રયોગની તૈયારી અંગે વિચારણા થઈ. પછી પ્રાયોગિક સંઘની મિટિંગ થઈ. તેમાં પ્રયોગનું સંચાલન મહારાજશ્રીએ ફરીથી સ્વીકાર્યું. તેનો સ્વીકાર કર્યો. નવાં મકાનો બંધાયાં છે, એનું ભાડું કેટલું લેવું ? કોને આપવાં એ અંગે વિચારણા થઈ. એ માટે એવું નક્કી કરવામાં આવ્યું કે અઢી ટકા વ્યાજના અને એક ટકો સુધારણાનો ગણતાં જે રકમ આવે, એટલું ભાડું લેવું. અને પગારના ધોરણ મુજબ એટલું બંધ બેસે તેમ ગોઠવી આપવું. બીજી રીત એ જ રાખી કે કુલ ૨કમ અને અઢી ટકા વ્યાજ જ ગણતાં જે રકમ થાય એટલે ૨કમ ૨૦ વરસના માસિક હપતા ભરવાથી એ મકાનના માલિક થઈ જવાય. વચ્ચે રજા મળે અને છૂટા થવાનું બને તો ભાડાની રકમ કાપતાં, જે ૨કમ વધી હોય એ પાછી આપે.
તા. ૯-૬-૧૯૫૬ :
આજે સહકારી મંડળીની મિટિંગ રાખી હતી. તેમાં મહારાજશ્રીએ સહકારી પ્રવૃત્તિનો સિદ્ધાંત સમજાવ્યો હતો. અને મંડળી એ તમારી આંટ છે એ જશે તો તમારી આંટ જશે. કારણ કે તમે શેઠ છો, મંડળી નોકર છે. વગેરે સમજાવ્યું હતું.
તા. ૧૦-૬-૧૯૫૬ :
આજે બંને મારવાડી મુનિઓ આવી ગયા. એમની સાથે સારી ચર્ચા થઈ. પ્રાર્થના પછીના પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે હિંદુસ્તાનમાં સત્તા એ એક એવું અંગ રહ્યું છે કે જનતાએ તેની પરવા કરી નથી. બ્રાહ્મણોએ થોડી પરવા કરી છે. ગામડાંએ ધ્યાન નથી આપ્યું એનું કારણ એ છે કે ત્યારના રાજ્યોએ ગામડાંના રોજબરોજના વ્યવહારમાં દખલગીરી કરી નહોતી. એટલે ગામડાંને લાગ્યું કે દિલ્હીની અંદર કોનું રાજ્ય આવે કે
સાધુતાની પગદંડી
૨૪૩