________________
વાવાઝોડાને કારણે પ્રવચન બંધ રાખ્યું હતું. અંબુભાઈ અહીં આવ્યા હતા. તા. ૨ થી ૫-૬-૧૯૫૬ : બળોલ
હડાળાથી બળોલ આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો પંચાયતઘરમાં રાખ્યો હતો. આગેવાનોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું હતું. અહીં પાનાચંદભાઈ અને તેમનું કુટુંબ મહારાજશ્રીની અને સાથે આવનારાઓની દરેક વખતે ખૂબ જ ભાવથી સેવા કરે છે.
અહીંયાં એક પ્રશ્ન આવ્યો. વાઘરી ભાઈઓએ ગામ સાચવવા રાખેલું એનું મહેનતાણું દોઢ માસનું ગામ આપતું નહોતું. લોકો ગમે તે બહાનાં કાઢતા હતા. એકવાર પંચાયતની બેઠક બોલાવી પણ કોઈ જવાબદારી લેવા તૈયાર ન થયું. ધર્માદાની રકમમાંથી આપવા એક જણે કહ્યું, પણ મહારાજશ્રીએ કહ્યું, “એ બરાબર નથી.” ગામે બીજી રીતે ટોયા ફાળો આપવો જોઈએ. છેવટે રાત્રે મહારાજશ્રીએ જાહેર કર્યું કે ગામ સાચી વાતમાં આંખઆડા કાન કરે તો, મારાથી કાલે ભોજન નહિ લેવાય. બધા વિચારમાં પડી ગયા. દોડાદોડી કરી જે તે નાતના આગેવાનોએ બપોર પહેલા રકમ કબૂલી લીધી. એટલે બપોરનું ભોજન લેવાયું ત્યાં સુધી ઘણા ભાઈઓએ ભોજન લીધું નહોતું. તા. ૬, ૭-૬-૧૯૫૬ : મીઠાપુર
બળોલથી નીકળી મીઠાપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ગામ લોકોએ સ્વાગત કર્યું. ઉતારો ચોરામાં રાખ્યો હતો. અહીં ખેડૂતમંડળ તરફથી ચાલતી સહકારી મંડળીની સોસાયટી છે. જલસહાયક સમિતિ તરફથી તળાવ કાંઠે પાકો કૂવો બંધાયો છે. તા. ૮-૬-૧૯૫૬ થી ૨૨-૬-૧૯૫૬ : શિયાળ
મીઠાપુરથી નીકળી શિયાળ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કસ્ટમ બંગલામાં રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ અને ગામલોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું.
બપોરના ૪-૦૦ વાગ્યે ખેડૂત પ્રતિનિધિઓની મિટિંગ હતી તેમાં ચર્ચા થઈ કે પાણીપત્રકમાં નામ ના હોય એવા ગણોતિયાની તરફેણમાં શું કરવું? એ માટે ઘણી ચર્ચાઓ ચાલી. છેવટે જે મદદ માગે તેને આપવાનું નક્કી ૨૪૨
સાધુતાની પગદંડી