________________
છે. એ બધી વાતો કરી. વધારામાં સહકારી પ્રવૃત્તિમાંથી માતૃસંસ્થાને (પ્રા. લંઘને) ફાળો મળી શકે, તેવા બે સિદ્ધાંતોનો તેમણે સ્વીકાર કર્યો છે. તા. ૪, ૫-૩-૧૫૬ : પિપળી
ભોળાદથી નીકળી પિપળી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. અહીં વૃક્ષો ઠીકઠીક છે. ભાલમાં વૃક્ષો હોતાં નથી. અહીં આંબા પણ થયા છે. તા. ૬-૩-૧૫૬ : પચ્છમ
પિપળીથી નીકળી પચ્છમ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભામાં મહારાજે જણાવ્યું કે આપણી સામે મુખ્ય મુદ્દો ગણોતધારો અને શુદ્ધિપ્રયોગ છે. આપણે ગણોતિયાને શા માટે લીધા ? જમીનદારોને કેમ નહિ ? જમીનદારો પણ આ દેશના માનવો છે. એઓ પણ ધાર્મિક હશે જોકે, આ ધારો ગણોતિયાને લગતો છે. સરકારે એને કેમ ટેકો આપ્યો ? જયારે હદ થઈ જાય છે. ત્યારે કાયદો આવે છે.
કોંગ્રેસે સત્ય અને અહિંસાથી પ્રશ્નો લીધા છે. ગાંધીજીએ કહ્યું, સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવાં જોઈએ. સારા સાધનોથી મોક્ષ મેળવવો જોઈએ. આ બધા માટે વિચાર કર્યો કે, પ્રથમ કોને લેવો. ત્યારે ગાંધીજીએ કહ્યું, કે સામાજિક રીતે સમાજમાં છેલ્લો ભંગી છે. આર્થિક રીતે છેલ્લો ગણોતિયો છે. ધાર્મિક રીતે પછાત ખોટા વિચારવાળો છે. એટલે ગાંધીજીએ એ બધાંને આગળ લીધા. હરિજનોને સાથે લીધા. શ્રમની પ્રતિષ્ઠા માટે રેંટિયો લીધો. જમીનનો પ્રશ્ન આ દેશમાં અગત્યનો છે. જમીન બીજાને આપવી એ કામ હમણા બંધ રાખવું. પણ જે ખેડે છે, તેની પાસેથી ઝુંટવાય નહિ એટલું કર્યું. પછી ભાડું ઓછું (ગણોત) કરતાં ગયા. છઠ્ઠો ભાગ આવ્યો, હવે વચલો વર્ગ નાબૂદ કરવા માગે છે. અને ભાગને બદલે રોકડ રકમ આપવા ધારે છે. એ નાબૂદ કરવા માટે રાજયે વળતર આપવું જોઈએ. રાજાઓની નાબૂદી કરી. તો રાજયે સાલિયાણું આપ્યું. દારૂબંધીને પરિણામે ખોટ ગઈ તે સરકારે સ્વીકારી. તો હવે જમીનદારી, ગણોતદારી નાબૂદ કરવી હોય તો, સરકારે વળતર આપવું જોઈએ. કારણ કે જમીન એ મિલકત નથી. સાધુતાની પગદંડી
૨૧૯