________________
તા. ૧૩-૪-૧૯૫૬ : બગડ
ખાંભડાથી નીકળી બગડ આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ અને એક બે આગેવાનોએ સ્વાગત કર્યું. ગામના માથાભારે અને મૂડીવાદીતત્ત્વોએ સ્વાગતમાં ભાગ નહિ લેવાનું લોકોને આડકતરું સૂચન કરેલું જણાયું. આ ગામે ચાર વરસ પહેલા શુદ્ધિપ્રયોગ થયેલો. ત્યારપછી ચોરી અને ગુંડાગીરી ઓછી થઈ ગયેલી છે.
અમે જે નિશાળમાં ઉતર્યા હતા તે ઓરડો હજી હમણાં જ તૈયાર થયો છે, પણ કામ એટલું બધું કાચું છે કે અત્યારથી જ બધી છો ઊખડી ગઈ છે. ભીંતે અને પાયામાં સિમેંટ છાંટ્યો છે તેમાં એકલી રેતી દેખાય છે. તા. ૧૪, ૧૫-૪-૧૯૫૬ : ખસ
બગડથી નીકળી ખસ આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ચાતુર્માસ રહ્યા હતા ત્યાં જ મનસુખભાઈને મેડે રાખ્યો હતો. રાત્રે જાહેરસભામાં અંબુભાઈએ પણ ખેડૂતમંડળ અંગે સમજાવ્યું હતું. અહીં અંબુભાઈ, છોટુભાઈ, જયંતીભાઈ અને ભાઈદાસભાઈ, ઢેબરભાઈ સાથે થયેલી વાતોની જાણકારી આપવા આવ્યા હતા. ભાઈદાસભાઈ સાથે કોંગ્રેસ અને ખેડૂતમંડળોના સંબંધો, ભૂમિદાન અને આપણી દષ્ટિ કેવી છે એ અંગે ઠીક ઠીક ચર્ચાઓ થઈ. તા. ૧૬-૪-૧૫૬ : અળાઉ
ખસથી નીકળી અળાંક આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ અને થોડા આગેવાનોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ. કાઠીભાઈઓની વસ્તી વધારે છે. ગામમાં કુસંપ છે. છોકરાં બહુ તોફાની લાગ્યા. તા. ૧૭, ૧૮-૪-૧૫૬ : ડલી
અગાઉથી નીકળી કુંડલી આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક મેડી ઉપર રાખ્યો હતો. અમે વહેલા પહોંચ્યા હતા. એટલે લોકો સામે આવી શક્યા નહોતા. તા. ૧૯, ૨૦-૪-૧૫૬ : ઉમરાળા
કુંડલીથી નીકળી ઉમરાળા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો ચબૂતરામાં રાખ્યો હતો. ગામ લોકોએ ઢોલ સાથે સ્વાગત ક્યું. સાધુતાની પગદંડી
૨-૩૫