________________
છતાં ભાષા અંગ્રેજી રાખે છે. તેમને નરસિંહભાઈ ગોંધિયા ઉપર કાગળ લખી આપ્યો હતો.
રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે આપણાં ગામડાં આ દેશનું મોંઘેરું ધન છે. જેટલાં ગામડાં સુખી અને સમૃદ તેટલો આપણો દેશ આબાદ થશે. આ વાત નવી નથી. જૂનાં શાસ્ત્રો પણ એમ જ કહે છે. જ્યારે મહાવીર અને બુદ્ધ રાજયપાઠ છોડીને નીકળી પડ્યા ત્યારે તેમનો આધાર માત્ર કુદરત ઉપર હતો. સત્તા કે ધન બહાર નથી. પણ ભીતરમાં છે. માણસને જ્યારે સ્થૂળ સંપત્તિ કે સત્તા દેખાય છે ત્યારે તે લોભાઈ જાય છે. અને એટલે અંશે સાચી વસ્તુથી દૂર થાય છે. રામ અને કૃષ્ણના જીવને આપણને એ બતાવી આપ્યું છે, તેમનાં કાર્યમાં જનતારૂપી જનાર્દને જ મદદ કરી છે. તાપ પડે ત્યારે વાદળ આવી જતાં ફૂલો કહેતાં અમારાં ધન્યભાગ કે તેમના પગ નીચે આવીએ. માણસને વિશ્વાસ નથી એટલે તે દુઃખી થાય છે. મહાપુરુષોને યાદ કરીએ છીએ તે એટલા માટે કે એમણે કુદરતને વહાલી ગણી, ધન અને સત્તાને ગૌણ કર્યા. શબરીની કોઈ ઓળખાણ નહિ છતાં એ તપસ્વિની ફળ લાવીને મૂકે. અને તેને આરોગતાં ભારે આનંદ થાય. લક્ષ્મણ તો વિસ્મય પામી ગયો કે આવાં એઠાં બોર રામને ખવડાવે છે. રામને એ બોર કોણ આપે છે ? કેવા આપે છે ? તેની પડી નહોતી. પણ ક્યા ભાવથી આપે છે તે જોવાનું હતું.
રાક્ષસી તત્ત્વોને દૂર કરી, દૈવી તત્ત્વોની પ્રતિષ્ઠા કરી. રાવણને ઠેકાણે વિભીષણનું રાજ સ્થાપ્યું. આપણા દેશનો ઇતિહાસ પણ છેલ્લે છેલ્લે એવો બન્યો હતો. બ્રિટિશરોએ ઘણાય ધૂમધડાકા કર્યા પણ સામે પક્ષે બાપુની આધ્યાત્મિક શક્તિ હતી. આજે ગામડાં અને શહેરો વચ્ચેની લડાઈ ચાલે છે. શહેરો ગામડાંને ચૂસે છે. પણ પછાત ગણાતી જાતિઓ, સ્ત્રીઓ અને ગામડાંનો જમાનો છે. પણ જો તેઓ જાગશે નહિ, સંગઠિત થશે નહિ તો તેમની મુસીબતો દૂર નહિ થાય.
જેઓ રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધનો ઇતિહાસ જાણે છે. સ્વરાજનો ઇતિહાસ જાણે છે. તેઓને આ બધો ખ્યાલ આવી જશે. શહેરોને મારવાં નથી, પણ ગામડાં જેટલાં સમૃદ્ધ બનશે તેટલાં શહેરો નાનાં બનશે. એમની ચરબી ઓછી કરવાની જરૂર છે. એ અંબરચરખાથી થાય કે બીજા ગ્રામોદ્યોગથી ૨૩૮
સાધુતાની પગદંડી