________________
૨૪ વીઘાનું ખેતર ઘાંયજા બાઈનું મૂળ ગણોતનું પણ ઘણા વરસથી માવજીભાઈ ખેડતા હતા. પહાણીપત્રકમાં પણ તેમનું નામ હતું. કાયદેસર છઠ્ઠો ભાગ માંગે. સમજાવટથી તે ભાગ આપવા બાઈને ખાતે ચઢાવવાનું પ્રેમથી સ્વીકાર્યું.
ગામે ચાતુર્માસની માગણી કરી. એને માટે ફંડ પણ વિચારી લીધું. સવારમાં વિદાય લેતી વખતે ઢોલ વાગ્યું અને આખું ગામ વળાવવા માટે તૈયાર થઈ ગયું. વાજતે ગાજતે વિદાય આપી.
તા. ૨૮-૩-૧૯૫૬ : પોલારપુર
ભલગામડાથી નીકળી પોલારપુર આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો. બપોરે ગુલાબસિંહભાઈ સાથે ગરાસદારો, ગણોતદારો અને ચૂંટણી અંગે વાતો થઈ. રાત્રે જાહેરસભા થઈ. તા. ૨૯-૩-૧૯૫૬ : પિપળીયા
પોલારપુરથી નીકળી પિંપળીયા આવ્યા. અંતર ચાર માઈલ હશે. વચ્ચે ચોકડીગામ આવતાં, ત્યાંના લોકોએ સ્વાગત કર્યું. ત્યાંથી નીકળી આગળ ચાલ્યા. ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. નિવાસસ્થાન સુંદર રીતે શણગાર્યું હતું. આવીને પ્રાસંગિક કહ્યું.
ગામમાં રસ્તાના કોંટ્રાક્ટ બાબત કોન્ટ્રાક્ટર અને સરકાર સાથે ઝઘડો હતો. તે માટે હિરજન કોન્ટ્રાક્ટર અને પી.ડબલ્યુ.ડી. ખાતાના સાહેબ અને બીજા અમલદારો મળ્યા. બંને પક્ષને સમજાવી સમાધાન થાય તેમ કરવા પ્રયત્ન કર્યો.
તા. ૩૦, ૩-૩-૧૯૫૬ : નાવડા (જૂના)
પિંપળીયાથી નીકળી નાવડા આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. પ્રાંસગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે ઘણા સમય બાદ નાવડામાં આવવાનું થાય છે. મુખ્ય વાત એ છે કે આપણે ગામડાંઓને સ્થાન આપવું છે કે શહેરોને ? ગામડાંની ભૂમિ એ ગોકુળભૂમિ કહેવાય છે. કૃષ્ણ જેવા ત્યાં પાક્યા છે. ગાયોનાં ટોળેટોળાં હોય તેને ગોકુળ કહેવાય એમાં રહેનારી વસ્તી ગાયોની સંસ્કૃતિથી ઓતપ્રોત હોય, નદી હોય, ઝાડી હોય, ઘી દૂધ હોય, આનંદ હોય. ખાવાપીવા માટે જ આપણે નથી. દેહ ટકાવવો એ જરૂરી છે. પણ સાધુતાની પગદંડી
૨૩૧