________________
......ઢેબરભાઈની વાત ઊભી રહેતી નથી. જો એનો જ સ્વીકાર ન થતો હોય તો પછી જનવ્યાપી આંદોલન અટકાવવાનું રહેતું નથી. વગેરે વાતો થઈ.
મિટિંગમાં મણિબહેન, ફૂલજીભાઈ, મીરાંબહેન, નવલભાઈ, સુરાભાઈ, છોટુભાઈ, અંબુભાઈ, કમળાબહેન, ભાઈદાસભાઈ, ડૉ. શાંતિભાઈ અને કુરેશીભાઈ વગેરે આવ્યા હતા.
મિટિંગમાં સભ્યોએ પોતપોતાના વિચાર રજૂ કર્યા હતા. મિટિંગમાં કુરેશીભાઈ અને શાંતિભાઈએ પોતાના વિચારો દર્શાવતાં જણાવ્યું કે કોંગ્રેસનું મંતવ્ય અને સમન્વય થઈ શકે તેવી ભૂમિકા સર્જવા જણાવવું. બધાના વિચારો સાંભળ્યા પછી મહારાજશ્રીએ જણાવ્યું કે પ્રયોગના ત્રણ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ. દુરાગ્રહ હોય છે ત્યાં ઢીલાશ તરત આવી જાય છે. સત્યાગ્રહ હોય છે ત્યાં મક્કમતા, કડકતા આવે છે. અને નિર્બળતા હોય છે ત્યાં સ્નેહીઓના સંબંધો સાચવવાની આળપંપાળ આવે છે. આજે વિરોધ દર્શાવવા માટે અન્યાયના પ્રતિકાર માટે, કાનૂનભંગ સિવાયનો રસ્તો કોઈ બદલતું નથી. તેને બદલે કોંગ્રેસની શક્તિ વધે, લોકમતને ટેકો મળે, તેવું જાતે સહન કરવાનું સુંદર આંદોલન થાય છે. તેમાં વાંધો ક્યાં આવે છે ? તે સમજાતું નથી.
ડુંગરશી મહારાજે અને નેમિચંદ્રજી મુનિએ પણ જનવ્યાપી આંદોલન ચલાવવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. અંતરમાં સત્ય લાગે તો તેને ગમે તેવા વિરોધો સામે ટકી રહેવું જોઈએ.
ફૂલજીભાઈના લંબાણ વિવેચન પછી મહારાજશ્રીનું નિવેદન વંચાયું. અને શુદ્ધિપ્રયોગનું જનવ્યાપી આંદોલન ચાલુ રાખવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. માત્ર ઢેબરભાઈનો ખુલાસો ન આવે ત્યાં સુધી સંચાલન મહારાજશ્રી નહિ કરે. પ્રા.સંઘના મંત્રી કરશે.
મહારાજશ્રીને આજે ચોથો ઉપવાસ હતો. છતાં સ્વસ્થ રીતે વાતો કરતા હતા. તા. ૨૬મીએ પારણું થયું.
ભલગામડાએ બે ત્યાગના પ્રસંગો દર્શાવ્યા. ૨૦૦ ગાંસડી રૂ જે પોતાના જોખમ હતી તેનો નફો રૂપિયા ૩૫૦૦ લગભગ કોટનસેલને આપી દેવાની તૈયારી બતાવી.
૨૩૦
સાધુતાની પગદંડી