________________
એથી કોંગ્રેસની શક્તિ તૂટતી નથી. પરંતુ છેવટનું માર્ગદર્શન પ્રાયોગિક સંઘનું સ્વીકાર્યું હોઈ તે જેવી સલાહ આપશે તેવી સ્વીકારવામાં આવશે. મુનિશ્રી અને આવેલા બે મુનિઓ પણ હાજર રહ્યા હતા.
તા. ૧૬-૩-૧૯૫૬ : હેબતપુર
નવાગામથી નીકળી હેબતપુર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો પંચાયત ઓફિસે રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રસ્તામાં આવેલા બંને મુનિઓ સાથે સારી વાતો થઈ. એક દેરાવાસી સાધુ અહીં મળવા આવ્યા હતા. તા. ૧૭, ૧૮-૩-૧૯૫૬ : સાંઢીડા
હેબતપુરથી નીકળી સાંઢીડા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક રજપૂતભાઈને ત્યાં રાખ્યો હતો. અહીંના કેટલાક વિદ્યાર્થીઓ ગૂંદીમાં ભણે છે અને તેમાંથી કોઈક શિક્ષક પણ બન્યા છે.
તા. ૧૯, ૨૦-૩-૧૯૫૬ : ઓતારિયા
સાંઢીડાથી ઓતારિયા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. ગામના ઉત્સાહનો પાર નહોતો. નાનચંદભાઈનું ગામ કહેવાય. એટલે સ્ત્રીઓ, પુરુષો, બાળકો દૂર સુધી ઢોલ સાથે સામે આવ્યાં હતાં. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. આ બાજુ બધાં વિભાગમાં તળ ખારાં હોવાથી તળાવનું પાણી પીવાય છે. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨૧-૩-૧૯૫૬ : સોઢી
ઓતારિયાથી સોઢી આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ. સભામાં બહેનોની હાજરી ઘણી હતી. ખેડૂત સંગઠન શા માટે જરૂરી છે ? એ વિગતે સમજાવ્યું હતું.
તા. ૨૩, ૨૩-૩-૧૯૫૬ : આ
સોઢીથી નીકળી આકરુ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક નવા મકાનમાં રાખ્યો. ગામ લોકોએ વાજતેગાજતે સુંદર સ્વાગત કર્યું. ગામને ધજા-પતાકાથી શણગાર્યું હતું.
રાત્રે સભા સારી થઈ હતી.
૨૨૮
સાધુતાની પગદંડી