________________
બધાએ પ્રેમથી સત્કાર કર્યો. મુકામે આવ્યા. પછી ગામમાંથી ગોચરી લઈ આવ્યા. બધા મુનિઓ સાથે જમ્યા.
જાહેરસભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે અમારું ગામ આમ તો નાનું છે પણ તમે બહુ મોટું કામ ઉપાડ્યું છે. અને તૈયારી કરી છે. એટલે સૌથી પ્રથમ અહીંયાં આવવું જોઈએ. બે દિવસ અહીં રાખ્યા છે. મિટિંગ રાખી છે. બહારના લોકો પણ આવશે. ‘અતિથિ દેવો ભવ’ એ આપણું સૂત્ર છે તમને તકલીફ પડશે પણ તમે આને તકલીફ નહિ માનતાં સુઅવસર માનો છો તે મને ગમ્યું છે.
દુનિયામાં માનવમાં જે શ્રદ્ધા છે એ જ પરમ જીવન છે. શ્રદ્ધાનું બળ ના હોય તો વિશ્વ ચાલી શકે નહિ. કહીએ છીએ કે આભને થાભલા નથી હોતા. સત્યને પંથે જવામાં ઘણી મુશ્કેલીઓ હોય છે. પણ આપણો દેશ એવો છે કે બીજા દેશોએ તોફાનો લડાઈ અને શસ્ત્રોથી જીત મેળવી છે. આપણે જુદી જુદી રીતે વિચારીએ છીએ. તલવાર, તોપ વાપર્યા છે પણ તેને મુખ્ય નથી ગણ્યાં. એને માટે દુઃખ ગણ્યું છે. ક્ષમાનું હથિયાર એ વીરનું છે. એ કાયરતાનું નિશાન નથી. બહાદુરી સાચવીને ક્ષમા આપી શકાય એ ઊંચી વાત છે.
ગામડાંઓને કોંગ્રેસ દ્વારા વેઠવાનું આવે એ અદ્ભુત બનાવ છે. જે કોંગ્રેસે દેશને ટકાવ્યો. દુનિયામાં સિદ્ધાંતને સાચવ્યો તેની સામે વિરોધ કરવો પડે એ દુઃખની વાત છે. જ્યારે નવી વાત (સત્યની) બહાર નીકળે ત્યારે તેને અવરોધનારાં તત્ત્વો પણ બહાર નીકળે છે.કૈકેયી માતાને મનમાં થયું, રામ દીકરો ખરો, પણ ભરત જેટલો નજીકનો નહિ. એટલે એને વનમાં મોકલવાનું કર્યું. જે કૈકેયી લડાઈમાં મદદ કરે રામને ભરત કરતાં વહાલા ગણે તેને સ્વાર્થ આવ્યો ત્યારે ગણતરી બદલી નાખી. પણ રામ એ રામ હતા. એમણે બાજી સુધારી નાખી. પોતે જ ન્યાય કરવા તૈયાર થયા. પરિસ્થિતિ એવી સર્જી કે કૈકેયીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પ્રાયશ્ચિત કરવાની સ્થિતિ ઊભી થઈ.
આ રામાયણ આપણે ત્યાં પ્રજા સમક્ષ મુકાય છે. એ રામાયણનો સમય આજે આવ્યો છે. ગાંધીજીએ જ્યારે પરદેશી સરકાર સામે લડત શરૂ કરી ત્યારે ઘણાને લાગ્યું કે ગાંધીજી બ્રિટિશરોના વિરોધી છે. પણ જ્યારે સાધુતાની પગદંડી
૨૨૬