________________
અહિંસક રીતે લડાઈ ઉપાડી અને પરિણામ આવ્યું ત્યારે સૌને લાગ્યું કે ગાંધીજી બ્રિટિશરોના વિરોધી નહોતા પણ તેમની પરદેશી રાજ્યની નીતિના વિરોધી હતા.
આપણે સત્યનો માર્ગ ચૂકવો નથી. અને કોંગ્રેસને કંઈક પણ અંદેશો રહે તેવું કરવું નથી. શ્રી ઢેબરભાઈ ગઈ તારીખ ૧૦મીએ મળી ગયા. એઓ કોંગ્રેસ પ્રમુખ છે. તેના દિલમાં આપણા આ પ્રયોગની વાત ગળે ઊતરતી નહોતી અને દુઃખી થઈને જતા હતા. ત્યારપછી બે ભાઈઓ આવ્યા અને પ્રયોગનું સ્વરૂપ બદલ્યું. એની વાતો તો પછી કરીશું. પહેલાં તમે ત્યાગમાં એક નામ આત્મારામભાઈનું લખ્યું હતું. પણ ધંધૂકામાં અમે બધાંએ ત્યાગ કરવાનું કહ્યું પછી એ ગામની ચિંતા આ પ્રદેશે કરવાની હતી. અને થોડા ચુનંદા માણસો નક્કી કરવાના હતા. એમની જવાબદારી કેટલાક ગામોએ ઉપાડવાની તૈયારી પણ બતાવી.
આ રીતે કામ આગળ ચાલ્યું. પણ ઢેબરભાઈ મળ્યા પછી પ્રયોગ ફેરવ્યો. પ્રયોગને મર્યાદિત કરવાનું વિચાર્યું છે. તેમાં બધાં સંમત થશો એવી આશા છે. તમે બધાંએ સિદ્ધાંત ખાતર જે વલણ લીધું તેની બહુ સુંદર અસર પડી અને કામ કરી પણ બતાવવું છે. પણ એ બહુ વ્યાપક રીતે નહિ. તેમાં તમો બધા મદદ કરશો એવી આશા રાખું છું. તા. ૧૪-૩-૧૫૬ :
શુદ્ધિપ્રયોગ સહાયક સમિતિની મિટિંગ ગઈ મિટિંગનું પ્રોસિડીંગ વાંચી સંભળાવવામાં આવ્યું. અંબુભાઈએ જણાવ્યું કે આપણે જે ભૂમિ ઉપર ભેગા થયા છીએ તે ભૂમિ ખેડૂતમંડળે જે સંકલ્પ કર્યો છે તેના ટેકામાં આ ગામે સાથ આપ્યો છે. તે ગામમાં ભેગા થયા છીએ. એમણે ગણોતધારામાં જે ક્ષતિ છે તે અંગે વિસ્તૃત માહિતી આપ્યા પછી ખેડૂત મંડળે શુદ્ધિપ્રયોગ કરવાનું વિચાર્યું તે અંગેની વિગતો સમજાવી. ચર્ચામાં જયંતીભાઈ, ફૂલજીભાઈ, નવલભાઈ, સુરાભાઈ, સૂર્યકાંતભાઈ, હરિભાઈ વગેરે ઘણા કાર્યકરોએ ભાગ લીધો. જિલ્લા કોંગ્રેસ સમિતિએ જે ભાગ ભજવ્યો એની પણ ચર્ચા થઈ. ચર્ચાઓ રાતના ૪ વાગ્યા સુધી ચાલી. અને એવો નિર્ણય લેવાયો કે શુદ્ધિપ્રયોગ કરવો જોઈએ. સાધુતાની પગદંડી