________________
તા. ૨૨મીના જનસત્તામાં સમાચાર આવ્યા કે ગણોતધારા બીલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. કાર્યકરોએ આ સમાચાર મહારાજશ્રીને આપ્યા. મહારાજશ્રી ભોજનની તૈયારી કરી રહ્યા હતા. બે બટકાં ખાધાં અને જેવા આ સમાચાર સાંભળ્યા કે તરત ખોરાક છોડી દીધો.
અહીં કોટનસેલ અંગે ઘણી ગેરસમજ હતી. જિનના કાર્યકરો વિશે અસંતોષ હતો. તેને અંગે બપોરના આગેવાનો ભેગા થયા, વાતો કરી. તેમનો મુખ્ય પ્રશ્ન એ હતો કે જિનમાં ખેડૂત જ મુખ્ય કાર્યકર હોવો જોઈએ. મહારાજશ્રીએ કહ્યું કે, આપણે વર્ગીય ભાવમાંથી મુક્ત થવું છે. ખેડૂત સારો બુદ્ધિશાળી હોય તો એ પણ આવે અને વેપારી હોય તો એ પણ આવે. આપણે કોઈને બે ધંધા આપવા માગતા નથી. ખેડૂત ખેતી છોડીને આવતો હોય તો વાંધો નથી, નહિ તો જે ગામડાંનો બુદ્ધિશાળી વર્ગ છે તેને સમાવવો જોઈએ. એટલું ખરું કે કાર્યકરો વેતન ભલે લે, પણ તે ખેડૂતનાં સેવક થઈને રહે. જિનના વહીવટમાં ખેડૂતોનો અવાજ મુખ્ય રહેવો જોઈએ. વગેરે વાતો કરી. તા. ૨૪ થી ૨૭-૩-૧૫૬ : ભલગામડા
આકર્થી ભલગામડા આવ્યા. ઉતારો ભીમનાથના ઉતારે રાખ્યો હતો. ગામ લોકોનો ઉત્સાહ અજબ હતો. આખું ગામ જાણે સ્વાગતે બહાર નીકળ્યું હતું. બાળકો રાષ્ટ્રધ્વજ લઈને આગળ ચાલતા હતા. વચ્ચે પુરુષો હતા પાછળ બહેનો ગીત ગાતી હતી. સૌ આગળ ઢોલ હતું. ગામને દરવાજે સુંદર કમાનો ઊભી કરી હતી. નિવાસ સુધી રસ્તે તોરણો બાંધવામાં આવ્યાં હતાં. અને નિવાસસ્થાનને ભરતકામથી શણગાર્યું હતું. આ બધું જોઈ સાથેને બંને મુનિઓને પણ ઘણું સુંદર લાગ્યું. રાત્રે બંને મુનિઓએ પ્રવચન કર્યું. તા. ૫-૩-૧૫૬ :
આજે પ્રાયોગિક સંઘની મિટિંગ બપોરના ૧ વાગ્યે મળી હતી. તે પહેલાં મહારાજશ્રીએ કાર્યકરો સાથે કેટલીક વાતો ચર્ચા હતી. ખાસ તો બાલુભાઈ વૈદ્ય, ઠાકોરભાઈનો પત્ર અને મગનભાઈ ર. પટેલના નિયોજન પછી જો કોંગ્રેસના મુખ્ય માણસોએ ખેડૂત મંડળનો માતૃત્વનો સ્વીકાર ના કરતા હોય અને સામાજિક, આર્થિક બાબતમાં સ્વતંત્ર અસ્તિત્વ ના સ્વીકારતા હોય તો પછી કોંગ્રેસ નબળી પડે છે.
સાધુતાની પગદંડી
૨ ૨૯