________________
બીજું પણ કંઈક જીવન છે. જો એમ ના હોત તો, નીતિ, નિયમોની કોઈ જરૂર ના હોત. શિવજી, વિષ્ણુ કે કોઈપણ દેવદેવીનું નામ લ્યો. આ બધાંની પાછળ સંસ્કાર પડ્યા છે. સંસ્કારથી નીતિ સચવાય જો તે ભૂલી જઈશું તો પહેરવા ઓઢવાનું મળશે. મોજશોખ મળશે. પણ ભગવાન નહિ મળે. મીરાંએ રાણાને કહ્યું, “તમે શરીરના નાથ સાચા, આત્માના નાથ ભગવાન છે. આત્માની વાત છોડીને શ૨ી૨ને નહિ પકડું. એટલે કહ્યું, ‘હીરા માણેકને શું કરું રે, રાણા મારે તો હિર જોઈએ.' સાધુ સંગ બૈઠ બૈઠ, લોક લાજ ખોઈ ! ભલે લોકો નિંદા કરે, આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. આ વસ્તુ ગામડામાં મળે છે. શહે૨માં સિનેમા, નાટક દમામ, ભપકા હોય છે. કોઈ માણસ જાય તો કહેશે, ‘ખાઈ લો.' પણ આવ નહિ આદર નહિ, નહિ નયનોમાં નેહ’ નયનમાં નેહ નથી, આનો ચેપ ગામડાંમાં લાગવા મંડ્યો છે. હવે આપણે ફરીથી એ નીતિ સ્થાપવી છે તો પાયો કેવો રાખવો, પૈસો તો જડ છે. જડને વળગ્યા એટલે કોર્ટબાજી અને ખૂનબાજી ચાલવાની પણ જો, ત્યાગની વાત પકડીશું તો સંપ, સ્નેહ, વ્યાપી જવાનાં. રામે કહ્યું, ભરતને જોઈએ તે મારે ન જોઈએ. પરિણામે ગાદી વધી પડી, પ્રેમ રહી ગયો. કૈકેયી પણ પસ્તાઈ. મહાભારતમાં ઊલટું બન્યું છે. ભાઈ-ભાઈ લડ્યા અને બધાંનો સંહાર થઈ ગયો. આપણે મહાભારતમાંથી સારો દાખલો લેવો જોઈએ. જૂગટું રમ્યા તો કેટલું નુકસાન થયું. ત્યાગ ન કર્યો તો લડાઈ થઈ.
આ ગામડાંને ત્યાગને માર્ગે દોરી, નીતિને માર્ગે દોરી આપણે આગળ લઈ જવાં છે. પછી એ રસ્તો ગણોતિયાનો હોય કે બેંકની ચૂંટણીનો હોય. બાપુજીએ એટલા માટે કહ્યું હતું કે, રાજ્યનો વડોપ્રધાન ખેડૂત હોય, ખેડૂતની કેટલી મહત્તા હોય. પણ મહત્તા મેળવવી હોય તો એટલી લાયકાત કેળવવી પડે. સાસુ બને ત્યારે વહુને અનુભવ થાય છે. અહીં મારે તમને સૂત્ર તરીકે આટલી વાત કરવી છે. ભાષ્ય તો ઘણું મોટું થાય, ગામડાંનું સ્વરાજ્ય આવ્યું છે કે નહિ ? ગામડાંને મોખરે રાખવાની વાત જ ખેડૂતમંડળ કરે છે.
આ વાત બીજાને ગળે ન ઊતરતી હોય તો તપ, ત્યાગ કરીને ઉતારવી જોઈએ. ત્યાગ કરીશું એટલે કૈકેયી ભરત, કૌશલ્યા વગેરે પાછળ આવે છે. કોઈનો વિરોધ કરવાનો નથી. ખાંડાં ખખડાવવાનાં નથી. પણ જાતે ત્યાગ કરીને બીજાનો હૃદયપલટો કરાવવાનો છે.
૨૩૨
સાધુતાની પગદંડી