________________
ચર્ચાઓ અંગે કહ્યું. પછી ઢેબરભાઈને બે શબ્દો કહેવા મહારાજશ્રીએ આજ્ઞા કરી. એટલે તેમણે પણ ખૂબ હૃદયસ્પર્શી ભાષામાં કહ્યું, મહારાજશ્રીને સંતોષ નથી આપી શકતો તેનું દુ:ખ લઈને હું છૂટો પડું છું. આ પછી મહારાજશ્રી અને ઢેબરભાઈ ખૂબ પ્રેમથી ભેટ્યા અને વિદાય થયા.
બાલુભાઈ વૈદ્ય થોડી વાતો કરવા પાછળ રહ્યા. તેઓ ગયા એટલે ઢેબરભાઈએ એમને પાછા મહારાજશ્રીને સમાચાર આપવા માટે પાછા મોકલ્યા. તેમણે કાર્યકરો અને મહારાજશ્રી સાથે ઘણી વાતો કરી. પારડીવાળા ભૂપતભાઈ અને હરિભાઈ રાણાભાઈ પણ હતા. તેમણે કહ્યું કે, ઢેબરભાઈ માત્ર કોંગ્રેસી નથી પણ રચનાત્મક કાર્યકર છે. અને આપ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. અરસપરસ પ્રેમભાવ છે એટલે તેમની વાતોને આપે સમજવી જોઈએ. ચર્ચાને અંતે મહારાજશ્રીએ ટૂંકું લખાણ તૈયાર કર્યું. તેનો સાર એ હતો કે, શુદ્ધિપ્રયોગ થાય છે. એ કોંગ્રેસને મજબૂત કરવા થાય છે. પણ
જ્યારે કોંગ્રેસ પ્રમુખ જેવી ઉચ્ચ કક્ષાની વ્યક્તિને વાત ગળે નથી ઉતરાવી શક્યો એટલે આ પ્રયોગને જનવ્યાપી નહિ બનાવતાં મર્યાદિત બનાવવા પ્રાયોગિક સંઘ, ગ્રામસંગઠન વગેરેને સમજાવશે.
ભડિયાદમાં મુખ્ય વસ્તી પાટીદારો અને ગરાસીયાની છે. અહીં પીરની પ્રખ્યાત જગ્યા છે. ત્યાં મોટો ઉર્સ ભરાય છે. તા. ૧૧-૩-૧૫૬ : ધોલેરા
ભડિયાદથી નીકળી ધોલેરા આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. શાંતિભાઈ દેસાઈ કે જેઓ એક પુસ્તકની પ્રસ્તાવના લખાવવા માટે આવ્યા હતા. તેમણે પણ સભામાં બે શબ્દો કહ્યા. અહીં ગરમ પાણીનું મોટું બોરિંગ છે. તેમાંથી રાત-દિવસ પાણીનો ધોધ પડ્યાં કરે છે. તા. ૧૨-૩-૧૫૬ ઃ રાહતળાવ
ધોલેરાથી નીકળી રાહતળાવ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો સેવા સમિતિની ધર્મશાળામાં રાખ્યો હતો. ગામ લોકોએ વાજતેગાજતે ભજન મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું હતું. બહેનો ગીતો ગાતી આવી હતી.
આ ગામ છેલ્લું ગામ છે પછી દરિયો આવી જાય છે. તળાવનું પાણી પીએ છે. ખૂબ ગંદુ પાણી થઈ ગયું છે. અહીંના લોકો ઋષિજીવન જેવું ૨૨૪
સાધુતાની પગદંડી