________________
નક્કી કરતો આવ્યો. હરિભાઈને મળી પ-૩૦ વાગ્યે ઉપડતી મોટરમાં બેસી ભડિયાદ આવી ગયો.
રાજકોટમાં વજુભાઈ સાથે ઘણી વાતો કરી. તેમનું માનવું હતું કે જિલ્લા સમિતિને એવો ઠરાવ કરવાનો અધિકાર નથી. કરવો હોય તોય પ્રદેશ સમિતિ કરે અને કોંગ્રેસમાં તો ઘણી વિચારશ્રેણીવાળા લોકો હોય છે. મેં કહ્યું કે છાપાં અને બીજી વાતો ઉપરથી લાગે છે કે આ પ્રશ્નની ગંભીરતા છે.
મનુભાઈ પંચોળી સાથે પણ વાતો થઈ. એમનું માનવું એમ છે કે આર્થિક અને વર્ગીય મંડળો સ્વતંત્ર થવાં જોઈએ. કોઈપણ રાજકીય પક્ષ આર્થિક બાબતોને ચલાવવા દેશે નહિ. એટલે તેની સાથેનું સંધાન રાખવું એ મને ગળે ઉતરતું નથી. મેં મારી રીતે જવાબો આપ્યા હતા. તા. ૯, ૧૦-૩-૧૯૫૬ : ભડિયાદ
ઉમરગામથી નીકળી ભડિયાદ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો એક મકાનમાં રાખ્યો હતો.
તા. ૧૦મી રાતે લગભગ ૯ વાગ્યે ઢેબરભાઈ આવ્યા હતા. લોકોએ ૬-૩૦ વાગ્યાથી સ્વાગતની તૈયારી કરી હતી. નાની બહેનો કળશ વગેરે લઈને આવી હતી. પણ મોરારજી ન આવ્યા. એટલે બહેનોને રજા આપી. બહેનો ઉપર ગરાસદારોના નાના બાળકો કાંકરા વગેરે નાખતા હતા. નાનપણથી આવા સંસ્કાર પડે છે એ ખરાબ કહેવાય.
ઢેબરભાઈનું વાજતેગાજતે સ્વાગત કર્યું. સરઘસ આકારે સૌ મહારાજશ્રીના નિવાસે આવ્યા. પ્રથમ મહારાજશ્રીને મળ્યા. લોકોના સત્કાર બદલ આભાર માન્યો. અને મોડા પડવાને કારણે વાટ જોવી પડી એ બદલ ક્ષમા માગી. પછી ગોવિંદભાઈને ત્યાં જમવા ગયા. તેમની સાથે જયાબહેન શાહ, સુભદ્રાબહેન, બાબુભાઈ વૈદ્ય અને મંત્રી નલિનભાઈ વગેરે હતા. પારડીવાળા ભૂપતભાઈ દેસાઈ, ઝાંઝરકાવાળા લાલજી મહારાજ અને હરિભાઈ રાણાભાઈ આવ્યા હતા. પોપટલાલ ડહેલીવાળા પણ આવ્યા હતા.
જમ્યા પછી મહારાજશ્રી અને ઢેબરભાઈએ અંગત વાતો કરી. ૧૨-૦૦ વાગ્યા સુધી બેઠા હતા. નીચે અંબુભાઈ ફૂલજીભાઈ વગેરે સૌ બેઠા હતા.
મોડી રાત્રે જયંતીભાઈ ધંધૂકા જિનમાંથી મોટર લઈ અમદાવાદથી જિલ્લા સમિતિનો અહેવાલ લઈને આવ્યા. મહારાજશ્રીને ઉઠાડ્યા અને બધી વાતો ૨૨૨
સાધુતાની પગદંડી