________________
આ બધો વિચાર કર્યા પછી એમ લાગ્યું કે, ઢેબરભાઈ સૌરાષ્ટ્રમાં છે અને ૧૦મીની રાત્રે તો અહીં આવવાના છે તો એ પહેલા વજુભાઈ શાહ અને તેમને મળી લેવાય તો સારું. તેઓ સંદેશો મોકલે કે એજન્ડા ઉપર ખેડૂતમંડળના વિરોધનો ઠરાવ હોય તો હમણાં મૌકૂફ રાખે.
આ કામ માટે મારે (મણિભાઈએ) જવું એમ નક્કી થયું. રાત્રે એક વાગ્યે ધંધૂકાથી સોમનાથ પકડવો એમ નક્કી કર્યું. ધંધૂકા અહીંથી ૧૧ માઈલ દૂર થાય. એટલે એક્કામાં જવાનું નક્કી કર્યું. ૧૨-૦૦ વાગ્યે ધંધુકા પહોંચ્યો. હરિભાઈને મળી સ્ટેશને ગયો. સોમનાથ લગભગ ૪ કલાક લેટ આવ્યો. એટલે ટ્રોલીમાં ગયો. જોકે બોટાદથી ૭ વાગ્યે રાજકોટ જવા ઉપડતી મોટર ચાલી ગઈ. ગાડી પણ ઉપડી ગઈ એટલે ચિંતા તો થઈ. પણ બીજો ઉપાય નહોતો. એટલે ૮-૧૫ વાગ્યે ઉપડતી ટ્રોલીમાં સુરેન્દ્રનગર ગયો. ત્યાંથી એક વાગ્યે ઉપડતી લોકલમાં રાજકોટ ગયો. રાત્રે આઠ વાગ્યે રાજકોટ પહોંચ્યો. સુરેન્દ્રનગરથી વહેલું રાજકોટ પહોંચાય તે માટે મોટરની તપાસ કરી. પણ ૩-૩૦ વાગ્યે એસ. ટી. ઉપડે એટલે સરખું જ હતું.
રાજકોટ સેનેટોરિયમમાં વજુભાઈને મળ્યો. મનુભાઈ પંચોળી પણ તે વખતે હાજર હતા. જમ્યા પછી બધી વાતો કરી. મહારાજશ્રીનો પત્ર આપ્યો. ઠાકોરભાઈનો પત્ર અને ઉત્તર પણ વંચાવ્યા. રાત્રે ઢેબરભાઈ આવ્યા. યુવક કોંગ્રેસ અંગે યુવાનો સાથે વાર્તાલાપ કર્યો. તે પહેલાં પ્રાર્થના કરી હતી. પછી વજુભાઈ સાથે તેમને મળ્યો. તેઓએ પહેલાં તો મહારાજશ્રીના ખબરઅંતર પૂછ્યા. આવવાનું પ્રયોજન પૂછ્યું. વજુભાઈએ ખુલાસો કર્યો. ૧૦મીની મિટિંગ છે અને ગુજરાતના કોંગ્રેસીઓનો ખેડૂતમંડળના કાર્ય અંગે અને મહારાજશ્રીના કાર્ય અંગે વિરોધ છે. કદાચ એવો કોઈ ઠરાવ કરી બેસે તો એ પહેલા એમને અટકાવવા જોઈએ. આ કારણે મણિભાઈ આવ્યા છે. હું (લાલાકાકા)ને ટેલિફોનથી આ સંબંધી વાત કરવા વિચારું છું. ઢેબરભાઈએ સહાનુભૂતિ બતાવી અને કહ્યું, કરો. કેટલીક વાતો કરી છૂટા પડ્યા.
સવારમાં ફરીથી વજુભાઈ અને ઢેબરભાઈ વાતો કરતા હતા. એમને મળીને ૭-૩૦ વાગ્યે ઉપડતી બસમાં બેસી ૧૧-૩૦ વાગ્યો બોટાદ આવ્યો. ઢેબરભાઈ ક્યારે આવશે ? કેટલા માણસો હશે ? શું જમશે ? વગેરે બધું સાધુતાની પગદંડી
૨૨૧
૨ ૨૧