________________
કરી. ઠાકોરભાઈ જરા અકળામણથી બોલતા હતા. ગણોતધારાની ખેડૂત મંડળ વાતો કરે છે અને કોંગ્રેસને સલાહ આપવા નીકળ્યા છે. એ બરાબર નથી. ઢેબરભાઈ મુનિશ્રીને ભલે મળે. તેઓ કંઈ સમજતા નથી. ખેડૂતો નાગા છે. અમારા ભાઈઓ જાણે ઓશિયાળા થઈને ફરે છે. પ્રભુદાસભાઈએ કહ્યું, બધી યોજનાઓ લઈને બેઠા છે, પગાર મેળવે છે, અને લાભ લે છે. ઈશ્વરભાઈ કહે, અંબુભાઈ ગણોતધારાની ખામીઓ જ વર્ણવે છે. આમ લગભગ સૌ વિરોધી સૂર કાઢતા હતા. કુરેશીભાઈએ થોડો બચાવ કરેલો પણ તેઓ ચાર વાગ્યે ચાલ્યા ગયા. જયંતીભાઈએ સમતાપૂર્વક દરેક પ્રશ્નોના ખૂબ સુંદર જવાબ આપેલા. છતાં તેઓએ ખેડૂતમંડળ જે શુદ્ધિપ્રયોગ કરવા માગે છે અને ગુજરાતવ્યાપી અસર કરવા માંગે છે તેથી કોંગ્રેસ વગોવાય છે. માટે કોઈ કોંગ્રેસીએ એમાં સાથ ન આપવો. એવી ભલામણ કરતો ઠરાવ પસાર થયો. જયંતીભાઈ વિરોધ વ્યક્ત કરી નીચે ચાલ્યા આવેલા.
ઠરાવ ઢેબરભાઈ પ્લેનમાં અમદાવાદ આવે ત્યારે તેમની સંમતિ લઈને બહાર જાહેર કરવાનો હતો. પણ રાત્રે જ છાપામાં આપી દીધો. ઢેબરભાઈની સહાનુભૂતિથી વજુભાઈએ લાલાકાકાને ફરી ફોન કરેલો તેમનું પણ ન ગણકાર્યું.
રાવજીભાઈ અને મગનભાઈએ સવારમાં જયંતીભાઈને કહેલું કે એ વિશે કોઈ ઠરાવ થવાનો નથી. તે પણ ના રહ્યું અને ધાર્યું હતું તે પ્રમાણે કર્યું. તા. ૧૧મી સવારે ૫-૦૦ વાગ્યે મુખ્ય કાર્યકરો મહારાજશ્રી અને ઢેબરભાઈને મળ્યા. ગણોતધારાના શુદ્ધિપ્રયોગની વાત ચાલી. ઢેબરભાઈએ સ્પષ્ટ કર્યું કે, બિલ પસાર થઈ ગયા પછી તેમાં સુધારા કરાવવા હોય તો ધારાસભાને જાગ્રત કરવી જોઈએ. કાં તો કોંગ્રેસ સમિતિ મારફત સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ. અથવા તમારી વાતને ટેકો આપે એવા લોકોની ચૂંટણી કરવી જોઈએ. પણ બહાર રહીને તટસ્થ રીતે શુદ્ધિ આંદોલન દ્વારા કાયદાનું સંશોધન કરાવવું તે મને ગળે ઊતરતું નથી. સામી ચર્ચાઓ પણ થઈ. છેવટે ૭ વાગ્યા, ઢેબરભાઈને જવાની ઉતાવળ હતી. જયાબહેનને અહીંથી રાજકોટના ૧૦-૩૦ના પ્લેનમાં પોરબંદર જવાનું હતું. પણ ઢેબરભાઈએ આગ્રહ રાખ્યો પ્રાર્થના પછી જઈએ. પ્રાર્થના થઈ. પછી મહારાજશ્રીએ ઢેબરભાઈની સંમતિ લઈ થોડું પ્રાસંગિક કહ્યું. બહુ હૃદયસ્પર્શી રીતે આજની સાધુતાની પગદંડી
૨૨૩