________________
નિશાળમાં (ધર્મશાળા)માં રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રાત્રે સભામાં ગણોતધારા વિશે બિલની સમજણ આપી હતી. તા. ૨૭-૨-૧૫૬ : ધોળી (ભંભલી)
ગાણોલથી નીકળી ધોળી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. અમારા આવવાની કોઈને ખબર નહોતી. ગામલોકો એકઠા થઈ ગયા. પણ એમણે ઘણો અફસોસ થયો. તા. ૨૮-૨-૧૯૫૬ : ઝાખડા
ધોળીથી નીકળી ઝાખડા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. તા. ૨૯, ૧-૩-૧૯૫૬ ઃ સરગવાળા
ઝાખડાથી સરગવાળા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક ખાલી મકાનમાં રાખ્યો હતો. ગામ લોકોએ ઢોલતાંસા સાથે સ્વાગત કર્યું. અહીં અંબુભાઈએ, મગનભાઈ રણછોડભાઈના નિવેદનનો જે જવાબ લખી રાખ્યો હતો એ વંચાવી લીધો અને બીજી વાતો કરીને ગયા. અહીં ગ્રામપંચાયતની ચૂંટણી અંગે બે પક્ષ પડી ગયા હતા. એટલે જવારજથી ફૂલજીભાઈને બોલાવ્યા. બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો. તા. ૨-૩-૧૯૫૬ : ભોળાદ
સરગવાળાથી નીકળી ભોળાદ આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામે વાજતે ગાજતે સ્વાગત કર્યું.
ગૂંદીના ત્રણ કાર્યકરો આવ્યા. ગઈ સાલનું સહકારી મંડળીનું લેણું બાકી છે. બપોરના ગામ લોકો ભેગા થયા ત્યારે મહારાજશ્રીએ આનું કારણ પૂછ્યું, ત્યારે લોકોએ કહ્યું કે, વરસ નબળું અને પછી ભરીશું એમ કરતાં કરતાં મેળ ના ખાધો. આ સાલ ભરી દઈશું એમ કહ્યું, અહીંયાં લગભગ ૧૫૦ ઉપરાંત ખેડૂતમંડળના સભ્યો છે. ગામ સમજણું છે. બંને દિવસ સભાઓ સારી થઈ. બીજે દિવસે જયંતીભાઈ ખુ. શાહ, વૈકુંઠભાઈ મહેતાને મળીને આવ્યા હતા. તેમણે ખેડૂતમંડળનું નૈતિક પ્રતિનિધિત્વ દરેક સહકારી મંડળીમાં ભળી શકે એ માટે કાયદામાં સુધારો થાય, તે માટે પ્રયત્ન ચાલે
૨૧૮
સાધુતાની પગદંડી