________________
સવારમાં મહારાજશ્રીને મળ્યા. પોતાના દોષો માટે માફી માગી.
તેમણે કહ્યું ૧૯૪૮ પછી મેં કોઈ ચારિત્ર્યદોષ કર્યો નથી.
....
ત્યારપછી ભરવાડ કે જે માથાભારે કહેવાય છે. તેઓ મળવા આવ્યા. તેમણે દિલથી બધી વાતોનો એકરાર કર્યો. ચોરી, ધાડ, લૂંટ અને વ્યભિચાર કર્યો હતો. તેનો એકરાર કર્યો. હવે જમીન મળે તો મહેનત મજૂરી કરીને સારી રીતે જીવવું છે તેમ જણાવ્યું.
ત્યારપછી મળ્યાં. તેમણે લાંચના પાંચસો રૂપિયા પાછા લાવ્યાનો એકરાર કર્યો. પોતે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કર્યું. અને ખૂબ રડ્યા અને
હળવા થયા.
અંતમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, આજે લવાદી પંચનો સુંદર અમલ થયો છે. અને શુદ્ધિકરણની પણ સુંદર અસર થઈ છે. હવે જે કંઈ પૂરતી કરવાની છે એ તમે કરતા રહેશો. માત્ર ચોકીખાતર ચોકી નહિ પણ દિલની ઉદારતાથી પોતાના ભાંડુ તરીકે ગણીને ચોકી કરવાની છે. પંચે પ્રશ્ન સારી રીતે પતાવ્યા છે અને આનુસંગિક વાતોનો પણ નિકાલ થશે. એ માટે મને સંતોષ થયો છે. નાની બોરુ, મોટું કામ લઈને જવાબદારી વહોરી બેઠું છે અને ખેડૂતમંડળના પ્રમુખે સમારંભ વખતે જે જવાબદારી પ્રમુખ તરીકેની વહોરી તે યોગ્ય જ હતું. સઘનક્ષેત્ર યોજનાના કાર્યકરોએ પણ થાણું નાખીને જે પ્રયત્નો આદર્યા છે ને ચાર દિવસથી જે શુદ્ધિપ્રયોગ થયો છે તેમાંથી ઘણું જાણવાનું મળશે. નાનચંદભાઈએ પણ ઘણો પરિશ્રમ લીધો છે. ઘણા ખોટું બોલશે, ઘણા કડવું બોલશે તે વખતે આપણે સભાન રહીને મૂળ વસ્તુને છોડવાની નથી. અને બાકીની અશુદ્ધિઓ હોય એને દૂર કરવાની છે. ગંગા વહેતી હોય ત્યારે સ્નાન ના કરીએ તો ભગીરથે જે ગંગા ઉતારવાનો શ્રમ કર્યો તે નકામો જશે.
છેલ્લે છેલ્લે હું જોઈ રહ્યો છું કે લોકોએ પશ્ચાત્તાપ કર્યો છે. બધાં હૃદય રોયાં છે. તેથી શુદ્ધિપ્રયોગ ઉપર મારી શ્રદ્ધા વધી છે. આપણે શૈતાનને વશ થઈએ છીએ ત્યારે પડી જઈએ છીએ. વળી પાછા ઈશ્વર આવીને જગાડે
સાધુતાની પગદંડી
૨૧૬