________________
બુદ્ધ અને મહાવીરના વખતમાં ફરી પાછો લોકસંગ્રહ શરૂ થાય છે. શૂદ્રો અને સ્ત્રીઓને પ્રતિષ્ઠા અપાય છે. સંસ્કૃત ભાષાને લોકભોગ્ય ભાષા પાલીમાં ફેરવવામાં આવે છે. જોકે લોકોને સંન્યાસનો આદર્શ વધારે આપવામાં આવ્યો છે. લોકોનો અમલ થયો ખરો પણ ઓછા જોવામાં આવે છે.
ગાંધીયુગમાં એ બધાનો સમન્વય દેખાય છે. હવે એ કામ આગળ ચલાવવાનું આપણે માથે આવ્યું છે. સમન્વયનું તત્ત્વ જરા આકરું છે એટલે ભૂલી જવાય છે. સમાજ આગળ વ્યક્તિને ભૂલી જવાય છે. અને વ્યક્તિ આગળ વિશિષ્ટ વ્યક્તિને ભૂલી જવાય છે. સંસ્કૃતિના ખંડખંડ પડી ગયા છે. તેને યોગ્ય રીતે ગોઠવી દેવામાં ના આવે તો ભારે મુસીબત ઊભી થાય. એટલે શ્રીમદે કહ્યું, ‘જ્યાં જ્યાં, જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે.'
કોંગ્રેસ સંસ્થાને હું ક્ષત્રિય સંસ્થા ગણું તો બીજા વર્ગો શી રીતે ગોઠવાય એની પણ ચિંતા કરવી જોઈએ. વૈશ્ય એટલે ગામડાં એને ઊંચે ઊઠાવવાં જોઈએ. જો તે પાછળ રહે તો બધી ઇમારત પડી જાય. બુદ્ધિજીવી અને શ્રમજીવીનો સમન્વય કરવો પડશે. ભાવનાજીવીનો પણ વિચાર કરવો પડશે. શ્રમણ સંસ્થા અલિપ્ત રહેવા માગે છે. આ સારું નથી. નિર્લેપ લોકો લેપવાળા ઉપર વધારે અસર પાડી શકે. એટલે તિરસ્કૃત થયેલાં ગામડાંને પ્રાણ પૂરવાનું કામ કરવાનું છે. જો અહિંસાથી આપણે કામ ઝડપથી આગળ નહિ લઈ જઈએ તો ભારે નુકસાન થવાનો ભય રહે છે. જન્મભૂમિમાં લેખ આવેલો. ઉપદેશ આપનારા લોકો ઘણા નીકળી પડે છે. પણ આચરણ કરીને વચ્ચે પડનારા લોકો ઓછા નીકળે છે. આથી હિંસા અટકે નહિ. વાતોથી નવી સમાજ રચના થવાની નથી. ઉપદેશ આપવો હોત તો ગાંધીજી નોઆખલી ના જાત. એટલે આપણે લોકોને પ્રત્યક્ષ ઉપદેશ આપવો જોઈએ. સમન્વયનું તત્ત્વજ્ઞાન વ્યવહારમાં લાવવું જોઈએ. કોંગ્રેસવાળા કહે શિક્ષણ, નઈતાલીમ, પંચાયત વગેરે બધું અમે જ કરીશું. રચનાત્મકવાળા કહેશે અમે તો ભૂદાનમાં જમીનના ટુકડા મેળવીશું. અંબરવાળા કહેશે અમે તો ખાદીનું જ કરીશું. આમ અલગ અલગ રીતે વિચારીશું, સમન્વય નહિ કરીએ તો બધાં જ તૂટી પડીશું. હવેના યુગમાં સર્વાંગી દૃષ્ટિ રાખીને આપણે બધા કામ ગોઠવવાં જોઈશે.
સાધુતાની પગદંડી
૨૧૫