________________
તો. આંખમાંથી આંસુ ઝરતાં હતાં. તેણે દિલ ખોલીને બધી વાતો કરી. તે સિંધનો છે એનાં મા-બાપ નાનપણથી જ ગુજરી ગયાં છે. ફરતાં હતાં આ બાજુ આવ્યો છે. મહારાજશ્રીને અને બીજાઓને તેની આ ત્તિખાલસતાની સુંદર છાપ પડી.
રાત્રે જાહેરસભામાં મહારાજશ્રીએ સત્ય નથી તો જીવનમાં કંઈ નથી. તે સમજાવ્યું અને આદર્શ ગામ જ્યારે બનવું છે ત્યારે એણે પાયાથી કોઈ ઈટ મચી ન બેસી જાય એની કાળજી રાખવા કહ્યું. ત્યાર પછી છોટુભાઈ, નાનચંદભાઈ, ફલજીભાઈ બોલ્યા, જયંતીભાઈએ ચુકાદો વાંચી સંભળાવ્યો. બંને પક્ષો હાજર હતા. બંને પક્ષોએ ચુકાદો પાળવાની ખાતરી આપી.
સાંજના ..... ભાઈનાં પત્ની મહારાજશ્રી પાસે આવ્યા. એમનાં જ અનૈતિક પ્રશ્ન અંગે મુખ્યત્વે મહારાજશ્રીએ ઉપવાસ કર્યા હતા. તેમણે કેટલીક આડીઅવળી વાતો કરી પણ પોતે કોઈ ચારિત્ર્ય દોષ કર્યો નથી. એમ છેલ્લે સુધી નન્નો ભણ્યો. બાઈ બહુ આઝાદ લાગી.
એ પહેલાં .... કે જેમનો સંબંધ આ બાઈ સાથે છે. તેમણે પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. અને હવે પછી એકલાં તેમને ઘેર નહિ જાય એમ સ્વીકાર્યું હતું.
...... અને ...... બંને વચ્ચે માર માર્યાનો ઝઘડો હતો અને કોર્ટમાં કેસ હતો. તેઓ બંને પ્રેમથી મળ્યા. અને એકબીજાની માફી માગી. સરસ વાતાવરણ થયું. તા. ૨૦-૨-૧૯૫૬ :
પ્રાર્થના પછીના પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે સંસાર અથવા વિશ્વ એવી વસ્તુ છે કે જો એકબીજાની સાંકળ ગૂંથવામાં ન આવે તો કામ અધૂરું રહે. એટલે એને સમન્વય કહેવાય છે. સમન્વય એટલે એમ નહિ કે બધાંને સરખે ઠેકાણે મૂકવા. એકડાની જરૂર હોય ત્યાં એકડો અને મીંડાની જરૂર હોય ત્યાં મીડું મૂકવાનું હોય છે. જો આમ થાય તો જ વ્યવસ્થિત સંસાર ચાલે જયારે તેમાં ક્ષતિ આવે છે ત્યારે અવ્યવસ્થા ઊભી થાય છે.
રાયુગમાં વ્યવસ્થા તૂટી ગઈ હતી. એક બાજુ જંગલી લોકો હતા. બીજી બાજુ નગરમાં વસનાર હતા. ત્રીજી બાજુ ઋષિમુનિઓ રસ લેતા સાધુતાની પગદંડી
૨૧૩