________________
તા. ૧૬-૨-૧૫૬ :
સવારના વૈકુંઠભાઈ અને ઝવેરભાઈ પટેલ સાથે ગુજરાતની બીજી સઘન યોજનાના સંચાલકોનો વાર્તાલાપ ગોઠવાયો હતો. તેમાં મહારાજશ્રીએ હાજરી આપી હતી. તા. ૧૨-૧૫૬ :
આજે લવાદ મંડળનું કામ ચાલ્યું. લવાદમાં બંને પક્ષકારોના એક એક સભ્ય, ખેડૂત મંડળના બે સભ્યો, પ્રાયોગિક સંઘના એક એમ પાંચ સભ્યો હતા. તા. ૧૮-૨-૧૫૬ :
આ ગામમાં કેટલાક ચારિત્ર્ય ભ્રષ્ટતાના પ્રશ્નો હતા. આ પ્રશ્નો સમગ્ર ગામને સ્પર્શતા હોઈ પંચે મહારાજશ્રીને સોંપ્યા હતા. મહારાજશ્રીએ અહીંની સ્થિતિ અને વાતાવરણ જોઈ ગામના શુદ્ધિકરણ માટે ત્રણ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો. અમને વાત ગળે ના ઊતરી, પણ બીજી રીતે જોતાં આવા અનિષ્ટો કાઢવાં અને હૃદય ઢંઢોળવા બીજો ઉપાય પણ નહોતો. અનિષ્ટો સામે જેટલી તીવ્રતા મહારાજશ્રીને હોય તેટલી અમારામાં ના હોય. એટલે પણ આમ લાગે. આ વાત ગામમાં ફેલાઈ. ત્યાં સન્નાટો મચી ગયો. સૌ વિચારમાં પડી ગયા અને પોતપોતાની ભૂલો જોવા મંડ્યા. છોટુભાઈ બેએક માઈલ ગયા હશે. તેમને ઘોડો મોકલી પાછા બોલાવ્યા. છોટુભાઈએ પ્રભાતસિંહ કે જે મોટા પક્ષનો ઠેકેદાર હતો એને સમજાવ્યો. તે મહારાજશ્રી પાસે આવ્યો. પોતે એક ખવાસણ બાઈને ત્યાં રહે છે, જમે છે અને આડો વહેવાર કરે છે. એ કબૂલ્યું. બીજી પણ ઘણી વાતો તેને દિલ ખોલીને કરી. પોતે તો ગામનો હાથો જ બન્યો હતો. એને સમજાઈ ગયું હતું કે છેવટે તો ઈશ્વર સિવાય મારું કોઈ સગું નથી. અમુક વ્યક્તિ સાથ આપે છે તો કાલે વળી એ દુશ્મન બને છે. નાનચંદભાઈએ ખૂબ પ્રેમથી તેમને સમજાવ્યા અને કહ્યું, તમારા પાપનો પોટલો હવે અહીં છોડી નાખજો. તો ઉગરવાનો વારો છે. માણસ જ્યાં આત્મીયતા જુએ છે અને પોતાનું સાંભળનાર પણ કોઈ યોગ્ય વ્યક્તિ છે એમ લાગે ત્યારે તે ખુલ્લો થઈ જાય છે. આવો મજબૂત અને કડક લાગતો માણસ પણ આ રીતે સાવ ઢીલો થઈ ગયો
૨૧૨
સાધુતાની પગદંડી